ક્રિકેટ જગતમાં મચી ગયો કોહરામ ! તૂટ્યા ક્રિકેટના તમામ રેકોર્ડ, આ ખિલાડીએ લગાવી દીધા 11 સિક્સ….એવો રેકોર્ડ બન્યો કે જાણી તમને આંચકો જ લાગી જશે
ક્રિકેટના મેદાન પર મોટાભાગે મોટા રેકોર્ડ બને છે. આવો જ એક રેકોર્ડ શ્રીલંકાના એક ક્રિકેટરે બનાવ્યો હતો. તે ક્રિકેટરે પોતાની ઇનિંગમાં 11 સિક્સર ફટકારી હતી. આ બધું ટેસ્ટ ફોર્મેટમાં થયું. આ રેકોર્ડ શ્રીલંકા અને આયર્લેન્ડ વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં બન્યો હતો. શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુસલ મેન્ડિસે આયર્લેન્ડ સામેની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે બેવડી સદી ફટકારી અને આ સાથે તેણે શ્રીલંકન રેકોર્ડ પોતાના નામે કર્યો. કુસલ મેન્ડિસે 291 બોલમાં 18 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી 245 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ પોતાનો પ્રથમ દાવ 3 વિકેટે 704 રન બનાવીને ડિકલેર કર્યો હતો.
આ સાથે કુસલ મેન્ડિસે અનુભવી કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડ્યો હતો. મેન્ડિસ ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર મારનાર શ્રીલંકન ખેલાડી બની ગયો છે. 28 વર્ષીય બેટ્સમેને આયર્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકાની પ્રથમ ઇનિંગમાં 11 સિક્સર ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉનો રેકોર્ડ કુમાર સંગાકારાના નામે હતો, જેણે 2014માં બાંગ્લાદેશ સામે એક ઇનિંગમાં 8 સિક્સર ફટકારી હતી.
ગાલેમાં રમાયેલી આ મેચમાં આયર્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 492 રન બનાવ્યા હતા. ટીમ તરફથી પોલ સ્ટર્લિંગે 103 અને કર્ટિસ કેમ્ફરે 111 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન એન્ડી બલબિર્નીએ 95 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી શ્રીલંકાએ 3 વિકેટે 704 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. કુસલ મેન્ડિસે 245 રન બનાવ્યા હતા જ્યારે ઓપનર નિશાન મદુશંકાએ 205 રન ઉમેર્યા હતા.