Sports

ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ની સીરીઝ માટે ટીમ નુ થયુ એલાન! આ દિગ્ગજ ખેલાડી ને કેપ્ટન પદ પરથી હટાવાયો અને નવો કેપ્ટન

ટીમ ઈન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. આ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા 6 મોટી શ્રેણી રમવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ તમામ શ્રેણી પોતાના ઘરે રમશે. તમને જણાવી દઈએ કે આ બધી સીરીઝ IPL 2023 પહેલા રમાશે. ટીમ ઈન્ડિયા આગામી ત્રણ મહિનામાં શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની યજમાની કરશે. ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ 18 જાન્યુઆરીથી શરૂ થશે. આ પ્રવાસમાં ફરી એકવાર નવો કેપ્ટન જોવા મળશે.

ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર 3 T20 અને 3 ODI સિરીઝ રમવા જઈ રહી છે. ન્યૂઝીલેન્ડે આ વનડે શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારત સામે ન્યુઝીલેન્ડની ટીમની કમાન કેન વિલિયમસનના હાથમાં રહેશે નહીં. આ શ્રેણીમાં તેને આરામ આપવામાં આવ્યો છે. વનડે શ્રેણીમાં તેના સ્થાને ટોમ લાથમને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વિલિયમસને ગયા અઠવાડિયે જ ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું હતું, તે હવે માત્ર ODI અને ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. વિલિયમસન સિવાય આ ખેલાડી પણ આઉટ થયો હતો.

કેન વિલિયમ્સન સિવાય અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથી પણ ભારતના પ્રવાસ પર નહીં આવે. ભારત પહેલા ન્યુઝીલેન્ડે પણ પાકિસ્તાનનો પ્રવાસ કરવો પડશે. આ બંને ખેલાડીઓ પાકિસ્તાન સામે રમતા જોવા મળશે, પરંતુ આ બંને ખેલાડીઓને ભારત સામે આરામ આપવામાં આવ્યો છે. ટિમ સાઉથીને તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!