Sports

જે ખિલાડીએ વાનખેડે સ્ટેડિયમની બહારથી ફક્ત લાઈટ જોઈ હતી તે જ ખિલાડીએ મુંબઈની ટીમને ધોય નાખી! ઠોકી દીધા આટલા બધા રન…..

ઈન્ડિયન પ્રીમિયર લીગની 1000મી મેચમાં, રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે તેની આઈપીએલ ક્રિકેટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. IPL 2023 માં, યશસ્વી જયસ્વાલ રાજસ્થાન માટે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન તેમજ આ સિઝનમાં એકંદરે સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો. આ સિઝનમાં યશસ્વી પહેલા હેરી બ્રુક અને વેંકટેશ અય્યરે સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 1000મી મેચમાં સદી ફટકારી હતી. મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ આઈપીએલની ઐતિહાસિક મેચ હતી કારણ કે તે લીગની 1000મી મેચ હતી.

આ મેચમાં સદી ફટકારીને યશસ્વીએ પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાવ્યું હતું. તેણે મુંબઈ સામેની આ મેચમાં 32 બોલમાં અડધી સદી ફટકારી હતી અને ત્યારબાદ 53 બોલમાં તેની સદી પૂરી કરી હતી. તેણે પોતાની સદી સુધી પહોંચવા માટે 6 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. આ લીગમાં યશસ્વી જયસ્વાલની આ સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત ઇનિંગ પણ હતી.

આ મેચમાં યશસ્વી જયસ્વાલે મુંબઈ ઈન્ડિયન્સના બોલરોને જોરદાર રીતે પછાડ્યા હતા અને કોઈ બોલરને છોડ્યો ન હતો. તેણે આ મેચમાં 62 બોલમાં 124 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 8 સિક્સ અને 16 ફોર ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 200.00 હતો. એટલું જ નહીં, આ IPL સિઝનની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત ઇનિંગ્સ પણ હતી. યશસ્વીએ ઓરેન્જ કેપ કબજે કરી હતી. યશસ્વીએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાં 159.70ની એવરેજથી 428 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપ પર કબ્જો કર્યો છે. તેણે આ મેચોમાં એક સદી અને 3 અડધી સદી ફટકારી છે, સાથે જ તેણે આ મેચોમાં 56 ચોગ્ગા અને 18 છગ્ગા પણ ફટકાર્યા છે. તેની અત્યાર સુધીની એવરેજ 47.55 રહી છે.

આ મેચમાં કોમેન્ટ્રી કરનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે યશસ્વી જયસ્વાલના જોરદાર વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે મેં એવા મોટા ખેલાડીઓ જોયા છે જેઓ ઝડપી શરૂઆત કરે છે પરંતુ પછી ધીમા પડી જાય છે, પરંતુ યશસ્વી સાથે આવું નથી. તે સંપૂર્ણ લયમાં બેટિંગ કરે છે અને રમતને કેવી રીતે નિયંત્રિત કરવી તે પણ જાણે છે. તે જાણે છે કે ક્યારે કયા પ્રકારના શોટ્સ રમવાના છે, ક્યારે પાછળ રાખવાના છે અને ક્યારે ચાર્જ કરવા છે. યશસ્વીની આ વાત તેને અન્ય બેટ્સમેનોથી અલગ બનાવે છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!