અમર ગુફામાં બિરાજમાન મહામાયા હિંગળાજ મતાજી ની મૂર્તિ સાથે જોડાયેલ છે રહસ્ય!
જગત મા જનની થી ચાલે છે! આ લોક અને પરલોકમાં જેમનાં પરચા અપાર છે, એવા મા અંબિકા દેવીના અનેક અવતાર આ ધરતી પર અવર્તયા છે અને ભાવિ ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરે છે. આજે આપણે સૌરાષ્ટ્ર ધરામાં બિરાજમાન મહામાયા હીંગળાજ માતાજીનાં રહસ્યમય મૂર્તિ વિશે જાણીશું જે મા ચંડી ચામૂડાના સાનિધ્યની સમીપે બિરાજમાન છે. ચાલો ત્યારે જાણીએ આ મંદિર સાથે જોડાયેલ દિવ્ય કથા વિશે.
સૌરાષ્ટ્રનાં પવીત્ર ધામ ચોટીલા ની સમિપે આવેલ કાળાસર ગામમાં આવેલ હિંગળાજ માતાનું આ મંદિર ખુબ જ પ્રાચીન છે અને એવું કહેવાય છે કે, હિંગળાજ માતાના મંદિર આવતા તમામ શ્રદ્ધાળુઓની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આ પર્વત પર માતા હિંગળાજની વિશ્રામ સ્થિતિમાં પ્રતિમા પ્રગટ થયેલ છે અને આ મંદિર સાથે રહસ્ય જોડાયેલ છે અને જેના લીધે આ મંદિરની પ્રતિમાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
ઠાંગા વિસ્તારમાં આવેલી અમર ગુફામાં હિંગળાજ માતાજી બિરાજમાન છે. આ મંદિર સાથે પૌરાણિક કથા જોડાયેલી છે એવું કહેવાય છે કે, મહાત્મા માયાગીરીજી બલુચિસ્તાનમાં યાત્રાએ ગયા ત્યારે તેઓએ તપસ્યા કરતા માતાજી પ્રસન્ન થયા હતા. આથી મહાત્માજીએ ઠાંગા વિસ્તારમાં બેસવા માટે માતાજીને આહવાન કરતા દેવદિવાળીના દિવસે માતાજી પ્રાગટ્ય થયા હતા. મકરાણ પ્રદેશ એટલે કે હાલના પાકિસ્તાનનાં બલુચિસ્તાનના દુર્ગમ પર્વતોમાં છે.
હિંગળાજે માયાગીરીજીને દર્શન આપીને તેમની મનોકામના પુછતા મહાત્માએ ઠાંગા ડુંગરમાં આવેલી અમર ગુફામાં આપનું સ્થાન બનાવ અને ત્યાં મને દર્શન આપો હું ત્યાં આપની સેવા પૂજા કરૂં એટલી મારી વિનંતી સ્વીકાર કરવા માંગ કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનના બલુચિસ્તા વિસ્તારમાં દુર્ગમ પહાડોમાં બિરાજીત હિંગળાજ માતાજી શયન સ્વરૂપે બિરાજમાન છે. હિંગળાજ પ્રગટ શક્તિ પીઠધામ તરીકે પ્રખ્યાત અહીંયા માતા સતિનું મસ્તિક પડ્યું હતું અને હિંગળાજ શકતી પીઢ રચાયું.