આખા ઈંગ્લેન્ડ મા છે આ ભારતીયો ભાઈઓ નો દબદબો ! બે લાખ કરોડ સંપત્તિ ના માલિક અને સાથે ઈંગ્લેન્ડ ના..

બ્રિટનમાં ગોપીચંદ હિંદુજા, શ્રીચંદ હિંદુજા, પ્રકાશ હિંદુજા અને અશોક હિંદુજા. અનેક ક્ષેત્રોમાં આ ગ્રુપનો બહોળો વ્યાપ કેલાયેલો છે. અઢળક કમાણી રળી આપતા તેમના વિશાળ વ્યાપી ધંધાએ પાછલાં વર્ષે તેમની સંપત્તિમાં 12 હજાર કરોડનો વધારો કરાવી આપેલ. હાલ એક અંદાજ મુજબ હિંદુજા બ્રધર્સની કુલ સંપત્તિ આશરે 2 લાખ કરોડ જેટલી છે. ઇંગ્લેન્ડના ધનપતિઓમાં હિંદુજા બ્રધર્સ પ્રથમ ક્રમાંકે આવે છે. જ્યારે મૂળે રાજસ્થાનના સ્ટીલરાજ લક્ષ્મી મિત્તલ 11મા સ્થાને છે.

આના સિવાય પણ ઘણી કંપનીઓ-એકમો હિંદુજા ગ્રુપની માલિકીના છે. ફાયનાન્સ, લક્ઝરી હોટેલો, મેડિકલ, ઓઇલ, ડિફેન્સ, વાહન, વીજળી સહિત અનેક ક્ષેત્રો તેમણે કવર કરી લીધાં છે. દુરોગામી દ્રષ્ટિના પરિણામે તેમની પ્રગતિ સતત થતી રહેલી છે. બ્રિટનના ચર્ચિત વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની ઓફિસ આજે હિંદુજા ગ્રુપનું દફ્તર બન્યું છે. ટૂંક સમયમાં હિંદુજા બ્રધર્સ તેને એક લક્ઝુરીયસ હોટેલમાં ફેરવી નાખવા માંગે છે.

ગોપીચંદ હિંદુજાએ પોતાનો અભ્યાસ મુંબઈની જય હિન્દ કોલેજમાં ગ્રેજ્યુએશનના ધ્યેય સાથે પૂર્ણ કર્યો હતો. 1989માં તેમણે પોતાના ભાઇ શ્રીચંદ હિંદુજા સાથે ઇંગ્લેન્ડ જઈ વસવાટ કર્યો. તેમના ભાઈ પ્રકાશ હિંદુજા સ્વીટ્ઝરલેન્ડના જીનિવા ખાતે ગ્રુપનું નાણાકીય મેનેજનેન્ટ સંભાળે છે જ્યારે અશોક હિંદુજા ભારત ખાતે રહીને બિઝનેસ સંભાળે છે.

હિંદુજા ગ્રુપની કંપનીઓ: અશોક લેલેન્ડ, ગલ્ફ ઓઇલ, હિંદુજા બેન્ક (સ્વીટ્ઝરલેન્ડ), ઇન્ડસઇન્ડ બેન્ક, હિંદુજા ગ્લોબલ સોલ્યૂશન્સ, હિંદુજા TMT, ડિફાયન્સ ટેક્નોલોજીસ લિમિટેડ, પી.ડી.હિંદુજા હોસ્પિટલ કહેવાય છે ને કે, ભારતીયનું પ્રભુત્વ દરેક દેશોમાં જોવા મળે છે. બ્રિટનના સૌથી અમીર લોકોમાં સામેલ હિન્દુજા બ્રધર્સ ની સફળતા ખૂબ જ ઉત્તમ છે. બ્રિટનના સૌથી અમીર લોકોની યાદીમાં ભારતમાં જન્મેલા હિન્દુજા બ્રધર્સ બીજા નંબર પર આવી ગયા હતા. કેમિકલ સેક્ટરના વેપારી જિમ રૈટક્લિફ બ્રિટનના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

આ યાદીમાં રેટક્લિફ ૨૧.૦૫ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે પ્રથમ નંબર પર પહોંચી ગયા છે. જ્યારે શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા ૨૦.૬૪ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે બીજા નંબર પર રહ્યા હતા. આ લિસ્ટમાં એક હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા છે જેમાં ૪૭ લોકો મૂળ ભારતીય છે.લિસ્ટ તૈયાર કરનારા રોબર્ટ વાટ્સે કહ્યું કે, બ્રિટન બદલાઇ રહ્યું છે. હવે એ દિવસ નથી રહ્યા જ્યારે ગણતરીના બિઝનેસમેનો જ આ લિસ્ટમાં સામેલ થતા હતા.

તેમણે કહ્યું કે, વારસામાં મળેલી કરોડોની સંપત્તિના બદલે પોતાના દમ પર સંપત્તિ એકઠી કરનારા લોકો આ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. આ વર્ષે તેમની સંપત્તિમાં ૧૫.૩ અબજ પાઉન્ડનો વધારો થયો છે અને પ્રથમ સ્થાન પર પહોંચી ગયા છે. હિન્દુજા બ્રધર્સના માલિક શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજા છે. તેમના આ ગ્રુપની શરૃઆત પરમાનંદ દીપચંદ હિન્દુજાએ ૧૯૧૪માં કરી હતી. ભારતમાં ગ્રુપની શરૃઆત કર્યા બાદ તેમણે ઇરાન, બ્રિટન સહીતના દેશોમાં પોતાનો કારોબાર ફેલાવ્યો હતો

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here