Sports

ભારતીય ક્રિકેટ ટીમ ને લાગ્યો મોટો ઝટકો ! આ દિગ્ગજ ક્રિકેટર હવે વર્લ્ડ કપ નહી રમી શકે…

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાઈ રહી છે. કાંગારૂ ટીમે આ દ્વિપક્ષીય શ્રેણી 2-1થી જીતી લીધી છે. વનડે સીરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે લાંબા સમયથી ઈજાગ્રસ્ત છે. ક્રિકેટ એક્સપર્ટનું કહેવું છે કે આ વર્ષના ODI વર્લ્ડ કપ પહેલા બુમરાહ ટીમમાં પરત ફરી શકશે નહી.

બુમરાહ ઘણા મહિનાઓથી ઈજાગ્રસ્ત છે. જણાવી દઈએ કે ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છેલ્લા ઘણા મહિનાઓથી ઈજાગ્રસ્ત છે. હાલમાં જ ન્યુઝીલેન્ડમાં તેની પીઠની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ બુમરાહ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. જો મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો જસપ્રીત બુમરાહને 2023 ODI વર્લ્ડ કપ પહેલા કોઈપણ પ્રોફેશનલ ક્રિકેટમાં મેદાનમાં ઉતારવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બુમરાહ ભારતીય ટીમના સૌથી સફળ ફાસ્ટ બોલરોમાંથી એક છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 30 ટેસ્ટ, 72 વનડે અને 60 ટી20 મેચ રમી છે. જસપ્રીતના નામે ટેસ્ટમાં 128 વિકેટ, વનડેમાં 121 વિકેટ અને ટી20માં 70 વિકેટનો રેકોર્ડ છે. જુલાઈ 2022માં ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન તેને ‘સ્ટ્રેસ ફ્રેક્ચર’ થયું હતું. આ પછી તે સતત ટીમની બહાર હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને બોલિંગ માટે આમંત્રણ આપ્યું. પ્રથમ બેટિંગ કરતા કાંગારૂ ટીમે સ્કોર બોર્ડ પર 269 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જ્યારે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં કાંગારૂ ટીમનો 21 રને વિજય થયો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!