સીરામીક ઉદ્યોગ મે દુનીયા ને દેશો ને હંફાવે ગુજરાત નુ આ શહેર એકલુ શહેર ! જાણો કેવીરીતે શરુવાત થય હતી

મોરબી શહેર એટલે ગુજરાતનું એવું શહેર જે વિનાશમાંથી સર્જનનું પ્રતીક છે. સમગ્ર વિશ્વમાં મચ્છુ હોનારતની નોંધ લેવાય હતી અને આ ઘટના એટલી ભયાનક હતી કે મોરબી શહેર પાણી પાણી થઈ ગયું હતું. એક જ પળમાં નાં થવાનું થઈ ગયું અને આ ઘટના લોકો બધું જ ગુમાવી દીધું પરતું આજના સમયમાં મોરબી અડિખમ ઉભું છે, એ પણ વિકાસની સાથે. આજે મોરબી શહેર અનેકગણો વિકાસ કરી લીધો છે, જે ગુજરાતમાં મહાનગરો કરતા પણ વધુ આગળ નીકળી ગયું છે.

હાલમાં સિરામીક ક્લસ્ટર મોરબીમાં 800થી વધુ યુનિટ ધમધમી રહ્યાં છે. અને જુદા-જુદા વિસ્તારમાં હજુ પણ મોટી સિરામીક ફેકટરીઓ આકાર લઇ રહી છે.કહેવાય છે ને કે, મોરબી શહેર ઈલેક્ટ્રિક સીટી તરીકે પણ વધુ ઓળખાય છે તેમજ, અહીંયા સૌથી વધારે ઈલેક્ટ્રિક ઉપકરણોનું ઉત્પાદન થાય છે. તેંમજ ખાસ વાત એ છે કે, ગુજરાત ભરમાં અને ભારતમાં સિરામીક ઉધોગમાં મોરબી શહેરનો હિસ્સો 90 % છે. હા આ વાત સાચી છે, 1989 પછી થી અહીંયા અનેક સીરામીક ઉદ્યોગ ચાલી રહ્યાં છે.

અહીંયા આજે 700 થી વધારે ફેકટરીઓ પણ છે.મોરબીની ટેક્સ્ટાઇલ્સ એકદમ આધુનિક તકનીક અને વિશાળ મશીનરી દ્વારા મનાવામાં આવે છે તેમજ મોરબી સીરામીક એસોસિએશન કાર્યરત છે જે સીરામીક ઉદ્યોગનું સંચાલન કરે છે.મોરબી શહેર દેશ-વિદેશમાં સીરામીકને લઈને આયાત નિકાસ પણ કરે છે અને ભારતમાં સૌથી મોખરે છે, મોરબી શહેર જેનાથી અનેક લોકો જેમકે મધ્યપ્રદશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતનાં શ્રમિકોને રોજગારી પુરી પાડે છે. જેમાં ઘડિયાળના કારખાનાઓમાં અજન્ટા જેવી બીજી અનેક કંપનીઓ કાર્યરત છે.

મોરબી શહેર અને આસપાસની મહિલાઓને રોજગારી પુરી પાડે છે. ત્યારે ખરેખર મોરબી શહેર ભલે નાનું હોય પરતું નોકરી અને ધંધાદારી માટે મોખરે છે આજે આ શહેર 44 કી.મી નો એરિયો ઉધોગ માટે સંકળાયેલ છે. ત્યારે કહેવું પડે કે મોરબી ચાઇનાથી વધુ આગળ છે.મોરબીના ઘડિયાળ ઉદ્યોગના પાયામાં દયાળભાઈ મિસ્ત્રી અને તેમના પરિવારનું મુખ્ય યોગદાન રહેલું છે. મોરબીમાં સૌથી જૂનું સાયન્ટિફિક ક્લોકની ફેક્ટરી અને સીરામીક માટે પ્રખ્યાત બની ગયું છે. હવે દરેક ઘરમાં લાદી તો મોરબી શહેરની જ હોય! આમ પણ આવા ઉદ્યોગના લીધે લોકો મોરબી કામ અર્થે આવે છે, આજે વિશ્વમાં દરેક ખૂણે મોરબી થી લાદીઓ અને ઘડિયાઓ પોહચાડવામાં આવે છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here