અંબાણી પરીવાર ને આ મંદિર પર છે અતુટ શ્રધા ! કોઈ પણ મોટુ કામ કરતા પહેલા આ….
સામાન્ય રસ્તા પર રહેનાર વ્યક્તિ થી લઈને મુકેશ અંબાણી પણ ઈશ્વરના દ્વારે તો અવશ્ય જાય છે. આમ પણ કહેવાય છે ને કે, ઈશ્વરના દ્વારે સૌ કોઈ એક જ છે. આજે આપણે જાણીશું કે, અંબાણી પરીવાર ને ક્યાં મંદિર પર છે અતુટ શ્રદ્ધા છે ! કોઈ પણ મોટુ કામ કરતા પહેલા એ શા માટે આ મંદિર જાય છે એ જાણીએ.
આપણે જાણીએ છે કે, કરોડો શ્રદ્ધાળુઓની જેમ સમગ્ર અંબાણી પરિવારને ભગવાન દ્વારકાધીશમાં અતૂટ અને અખૂટ શ્રદ્ધા છે અવાર નવાર તેઓ ગુજરાત આવે છે પરંતુ તેમના કુળદેવતા ને ત્યાં સંતાનોના લગ્ન હોય કે પછી નવા વર્ષની શરૂઆત હોય અંબાણી પરિવાર અચૂકપણે શીશ ઝુકાવે છે. ભગવાન શ્રીકૃષ્ણના અવતાર શ્રીનાથજીને કુળદેવતા માને છે. આથી સમગ્ર અંબાણી પરિવાર રાજસ્થાનમાં આવેલા શ્રીનાથજીમાં અવારનવાર શિશ ઝૂકાવે છે.
આપણે ત્યાં કોઈપણ શુભ પહેલા કુળદેવતાને આમંત્રણ આપવામાં આવે છે, એવી રીતે કોઈ પણ શુભ કાર્ય માટે તેઓ પહેલું આમંત્રણ ભગવાનને આપે છે.ઇશા અંબાણીના લગ્નની પ્રથમ કંકોત્રી પણ ભગવાન શ્રીનાથજી અને દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી. તો ઇશાની સંગીત સંધ્યામાં પણ શ્રીનાથજી પર સ્ટેજ થીમ હતી. તેમના વિશાળ ઘર એન્ટિલિયામાં પણ ભગવાન શ્રીનાથજીનું મંદિર છે.
સમગ્ર અંબાણી પરિવાર શ્રીનાથજીની જેમ જ ભગવાન દ્વારકાધીશના અનન્ય ભક્ત છે. વર્ષમાં એક વખત તો ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવવા અચૂકપણે આવે છે. આ ઉપરાંત તેમના માતા કોકિલાબેન તેમજ પત્ની નીતા અંબાણી અને સંતાનો પણ વારંવાર દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. રાજસ્થાન રાજસમંદમાં આવેલ શ્રી નાથની મંદિરના કોકિલા બેન વાઇસ પ્રેસિનડેન્ટ છે અને તેમના દ્વારા દર વર્ષે ખૂબ જ દાન આપવામાં આવે છે.
નીતા અંબાણી અવાર-નવાર રાજસ્થાન, દ્વારકા, સોમનાથ, સિદ્ધિવિનાયક મંદિર જવાનું ભૂલતા નથી. નીતા અંબાણી આટલા ફેશનેબલ અને હાઇ સોસાયટીમાં રહેતા હોવા છતાં જ્યારે પણ કોઇને મળે છે તો સૌ પહેલા જય શ્રી કૃષ્ણ બોલે છે. આમ ભારતના સૌથી ધનાઢ્ય પરિવારના તમામ સભ્યો વારંવાર શ્રીનાથજી અને દ્વારકાધીશના શરણે આવી ધન્યતા અનુભવે છે.