હમારી દેવરાણી સિરિયલમાં મંજુલાનું પાત્ર ભજવનાર અભિનેત્રી મૂળ સૌરાષ્ટ્રનાં આ ગામના વતની છે, આવી રીતે કરી અભિનયની શરૂઆત..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સ્ટાર પ્લસ પર ઘણી લોકપ્રિય સિરિયલ આવી છે, જેણે સૌ કોઈનું હૈયું જીતી લીધેલ. આજે આપણે હમારી દેવરાણી નામની વિશે વાત કરીશું.આ સીરિયલમાં મંજુલા નાણાવટીનું પાત્ર લોકોમાં સૌથી લોકપ્રિય હતું. આજે આપણે જાણીશું એજ અભિનેત્રીનાં જીવન વિશે જે મૂળ ગુજરાતી છે અને આજે ટેલિવુડમાં અભિનયના ઓજસ પાથરી રહ્યાં છે.
જુલા નાણાવટીનું પાત્ર ભજવનાર અભિનેત્રીનું નામ ઉર્વશી ઉપાધ્યાય છે. દિલ કી નજર સે ખુબસુરત, હમારી દેવરાની, દિલ સે દિલ તક જેવી ધારાવાહિકમાં પોતાની ભૂમિકાથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે,ઉર્વશી મૂળ સુરતના છે. અને તેઓ બાળપણથી જ નાટકો કરતા આવ્યા છે. આજે તેઓ હિન્દી ધારાવાહિકમાં અભિનય કરી રહ્યા છે.
જાણીને નવાઈ લાગશે કે, ઉર્વશી ઉપાધ્યાય સૌરાષ્ટ્રનાં છે. તેમનો જન્મ ધધુંકા તાલુકા હડાળા ગામમાં થયો હતો પરંતુ તેમના પિતા સરકારી નોકરી હોવાના લીધે અવારવાર બદલી થતી હતી, જેના લીધે તેમનું બાળપણ અને શાળા જીવન સૌરાષ્ટ્રમાં આસપાસના શહેરોમાં વીત્યું અને આખરે કોલેજનો અભ્યાસ અને કારકિર્દીની શરૂઆત સૂરત શહેર થી થયેલ. હા તેમના પરિવારનાં કોઈપણ અભિનયની દુનિયા સાથે જોડાયેલ નાં હતું.
જ્યારે ઉર્વશી માત્ર 4 વર્ષની ઉંમરે તેમને પોતાના જ ગામમાં એકાંકી પાત્ર ભજવીને અભિનયની શરૂઆત કરેલ અને ત્યારબાદ કોલેજકાળ દરમિયાન લાંબા સમય સુધી થિએટરમાં કામ કર્યું છે. શરૂઆતમાં તેઓ કોલેજના પ્રોગ્રામમાં પણ ઉર્વશી ભાગ લેતા હતા. અને ઉર્વશીએ ભરતનાટ્યમની તાલિમ લીધી છે. અને તેમાં માસ્ટર્સ કર્યું છે. ઉર્વશી એ ઈંગ્લીશમાં એમ.એ બીએડ કરેલ છે અને તેમને શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપેલ છે. તેમને ટીચર તરીકે પણ અનેક ઓફર આવેલ પરંતું તેમને અભિનયની દુનિયામાં ઝંપલાવ્યું.
વર્ષ 2007માં તેમને હમારી દેવરાણી સિરિયલમાં કાસ્ટિંગ થયું અને સરિયલના નિર્માતા શોભના દેસાઈએ તેમને મંજુલાનાં પાત્ર માટે પસંદ કર્યા અને બસ ત્યાર પછી તેમની અભિનયની શરૂઆત કરેલ અને ખાસ વાત એ કે, ઉર્વશીના માતાનું નામ પણ શોભના ઉપાધ્યાય છે. તેમના માતા સાથે તેઓ મુંબઈ આવ્યા અને મંજુલા નાણાવટીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવેલ.એકદમ જાજરમાન એવા મંજુલાના પાત્રને આજ સુધી લોકો નથી ભુલી શક્યા.
હમારી દેવરાની બાદ ઉર્વશીએ અનેક ધારાવાહિકોમાં કામ કર્યું. જેમાં દિલ કી નઝર સે ખૂબસૂરત, દિલસે દિલ તકનો સમાવેશ થાય છે.દિલ કી નઝર સે ખૂબસૂરતમાં તેમણે પ્રિન્સીપાલની ભૂમિકા ભજવી હતી. જેને ખૂબ જ પ્રશંસા મળી હતી.દિલ સે દિલ તકની પણ પોયણીની તેમની ભૂમિકાને આજે પણ યાદ કરવામાં આવે છે. હાલમાં તેઓ ટીવી સિરિયલ સાથે જોડાયેલ છ