Sports

ટીમ ઈન્ડિયા ના પુર્વ ક્રિકેટર મુનાફ પટેલ મોટી મુશ્કેલી મા ફસાયા! થઈ એવી ફરિયાદ કે 52 લાખ

ભારતીય ટીમના વર્લ્ડકપ વિજેતા ખેલાડી અને ભરૂચનો ઇખર એક્સપ્રેસ મુનાફ પટેલને લઇને એક વિવાદિત અહેવાલ સામે આવ્યા છે. મુનાફ પટેલના 2 બેન્ક ખાતાને સિઝ કરી દેવામાં આવ્યા છે. વિવાદ એવો છે કે જે કંપનીનામાં મુનાફ પટેલ ડાયરેકટર હતા તે કંપનીએ રોકાણકારોના પૈસા પરત નથી કર્યા. જાણો શું છે આખો મામલો, કોણે ફરિયાદ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ ભૂ-સંપદા વિનિયામક પ્રાધિકરણ (UP Rera) દ્વારા આપવામાં આવેલા વસૂલ પ્રમાણપત્ર (આરસી)ના આધાર પર ગૌતમ બુદ્ધ નગર જિલ્લા પ્રશાસને પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તેમજ ટીમ ઇન્ડિયાના ગુજરાતી ક્રિકેટર મુનાફ પટેલના બે બેન્ક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે, અને સીઝ કરીને 52 લાખ રૂપિયાની વસૂલ કરી છે, આ વાત એક અધિકારીએ જણાવી છે, મુનાફ પટેલ હવે ફરી એકવાર મોટા વિવાદમાં સપડાયો છે.મુનાફ પટેલ બિલ્ડર કંપની નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમીટેડમાં નિદેશક છે, યૂપી રેરાએ મુનાફ પટેલની કંપની દ્વારા રોકાણકારોની રકમ પાછી ના આપવાના આરોપમાં આ કાર્યવાહી કરી છે.

જિલ્લી અધિકારી ગૌતમ બુદ્ધ નગર સુહાસ એલવાઇએ બતાવ્યુ કે, યૂપી રેરાની આરસી પર બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, મુનાફ પટેલ પણ તે કંપનીમાં નિદેશક છે, વિવિધ સલાહ બાદ રાજસ્વ ટીમે બેન્ક ખાતા સીઝ કરી આરસીના પૈસા વસૂલ્યા છે. તેમને બતાવ્યુ કે બાકીની રકમની વસૂલીનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડીએમ , જિલ્લા અધિકારીએ બતાવ્યુ કે, ગ્રેટર નૉઇડા વેસ્ટ સેક્ટર 10માં નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમીટેડ અંતર્ગત વનલીક ટ્રૉય નામની એક પરિયોજના પર કામ થઇ રહ્યું છે, જેના ખરીદદારોએ પરિયોજના સમય પર પુરી ના થવા પર યૂપી રેરામાં ફરિયાદ કરી હતી, ફરિયાદના આધાર પર સુનાવણી બાદ યૂપી રેરાએ બિલ્ડર વિરુદ્ધ આદેશ જાહેર કર્યો હતો. તેમને બતાવ્યુ કે, આદેશનુ પાલન ના કરવા પર યૂપી રેરાએ બિલ્ડરને આરસી જાહેર કરી દીદી હતી, જિલ્લા પ્રશાસનની પાસે બિલ્ડર વિરુદ્ધ 10 કરોડ રૂપિયાની 40થી વધુ આરસી બાકી પડેલી છે.

એલવાયે બતાવ્યુ કે, આ મામલામાં દાદરી તાલુકાની ટીમે વસૂલીનો પ્રયાસ કર્યો છે, પરંતુ બિલ્ડરે પૈસા નથી આપ્યા, આ પછી તાલુકાની ટીમે વિધિક સલાહ લીધા પછી કંપનીને નિદેશકો પાસે વસૂલ શરૂ કરી દીધી છે. અધિકારીએ બતાવ્યુ કે, ક્રિકેટર મુનાફ પટેલ કંપનીના નિદેશક છે, તેમના નોઇડા અને ગુજરાતમાં એક્સિસ બેન્કની બે બ્રાન્ચોમાં સ્થિતિ બે ખાતાઓને સિઝ કરીને રકમ વસૂલી કરવામાં આવી છે, બન્ને બેન્કમાંથી લગભગ 52 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. તેમને બતાવ્યુ કે, બિલ્ડર વિરુદ્ધ આગાળની કાર્યવાહી ચાલુ રહેશે.

નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમીટેડે વર્ષ 2017માં યૂપી રેરામાં પરિયોજનાને પંજીકૃત કરાવી હતી, નક્કી સમયમાં કામ પુરુ ના થયુ તો યૂપી રેરાના બિલ્ડરને વધુ એક મોકો આપતા વધારાનો સમય આપ્યો હતો. છતાં પણ કામ પુરુ ના થયુ, આ વર્ષે પરિયોજનાનુ રજિસ્ટ્રેશન પણ સમાપ્ત થઇ ગયુ છે.

એલવાઇએ બતાવ્યુ કે યૂપી રેરાની આરસી પર બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી થઇ રહી છે. આ ક્રમમાં કંપનીના નિદેશક મુનાફ પટેલના બેન્ક ખાતા સીઝ કરવામાં આવ્યા છે, તેમને બતાવ્યુ કે, બાકીની રકમ વસૂલવા માટે પણ આ જ રીતે કાર્યવાહી થઇ રહી છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!