Sports

અંતિમ વનડેમાં સિરીઝ જીતવાની આશાએ ઉતરશે ટિમ ઇન્ડિયા! આ મોટા ખિલાડીનો સમાવેશ કરશે જેણે ઓસ્ટ્રેલિયાના છક્કા છૂડાવી દીધા…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 વનડે શ્રેણી હવે રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે. ગઈકાલે શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. જેને ઓસ્ટ્રેલિયાની ટીમે 10 વિકેટથી જીતીને શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ 22 માર્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ટીમ બીજી વન-ડેમાં મળેલી શરમજનક હારને ભૂલીને ત્રીજી વન-ડે જીતવાનો પૂરો પ્રયાસ કરશે. તો સાથે જ ઓસ્ટ્રેલિયા પણ આ મેચ જીતવા માટે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરશે. શ્રેણીની આ છેલ્લી મેચ માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. 2 દિગ્ગજો પર હાર બાદ ગઝ પડી શકે છે. આવો જાણીએ કે છેલ્લી ODI માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ODI શ્રેણીની છેલ્લી ODI ચેન્નાઈમાં 22 માર્ચે રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ભારતીય ટીમે જીતી હતી. આ સાથે જ બીજી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે એકતરફી જીત મેળવી હતી. પ્રથમ મેચમાં ભારતીય ટીમની કમાન હાર્દિક પંડ્યાએ સંભાળી હતી. કાયમી કેપ્ટન રોહિત શર્માની બીજી વનડેમાં ભારતીય ટીમમાં વાપસી થઈ છે. જોકે ભારતીય ટીમ બીજી મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી.

ભારતીય ટીમે ચેન્નાઈમાં રમાનારી શ્રેણીની છેલ્લી મેચ જીતવી પડશે. ટીમ આ માટે તમામ પ્રયાસો કરશે. તેને જોતા છેલ્લી મેચમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ જમ્મુ એક્સપ્રેસના નામથી પ્રખ્યાત ઉમરાન મલિકને ટીમમાં જગ્યા આપવામાં આવી શકે છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં સિરાજનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ ઉમરાનને તેની ઝડપ માટે ટીમમાં જગ્યા આપી શકે છે. આ સાથે જ બંને મેચમાં પ્રથમ બોલ પર આઉટ થયેલા સૂર્યકુમાર યાદવના સ્થાને ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી શકે છે.

22 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની છેલ્લી ODI રમાશે. શ્રેણીની બીજી મેચ ગઈકાલે એટલે કે 19 માર્ચે વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ હતી. જેને ઓસ્ટ્રેલિયાની ટીમે એકતરફી જીતી લીધી હતી. બીજી વનડેમાં શરમજનક હાર બાદ ભારતીય ટીમમાં મોટા ફેરફારોની અપેક્ષા છે.

સ્પિન વિભાગમાં કુલદીપ યાદવની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને ટીમમાં તક આપવામાં આવી શકે છે. કુલદીપ શ્રેણીની બંને મેચમાં અસરકારક દેખાઈ રહ્યો નથી. તેણે માત્ર 2 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા આ નિર્ણાયક મેચમાં ટીમમાં અનુભવી લેગ સ્પિનરને તક આપી શકે છે. ચાલો જાણીએ કે છેલ્લી ODI માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

છેલ્લી ODI માટે સંભવિત પ્લેઇંગ XI : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમરાન મલિક

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!