Sports

બીજી વનડે મેચ રદ થતા ટિમ ઇન્ડિયાને મળી મોટી ખુશખબરી! મેચ રદ થતા ભારતને શું ફાયદો થયો? જાણો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મેદાન પર ટી-20 મેચમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકો હાજર રહેવા માટે BCCIનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આઈપીએલ ફાઈનલમાં 101566 લોકોએ મેદાનમાં આવીને મેચ નિહાળી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. BCCI સેક્રેટરી જય શાહને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે.બીસીસીઆઈએ ટ્વીટ કર્યું.

આ સિદ્ધિ પછી, BCCIએ તેના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરીને લખ્યું, ‘દરેક ભારતીય માટે આ એક મોટી ક્ષણ છે કારણ કે ભારતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અમારા બધા ચાહકો અને દર્શકોએ તેમના અજોડ જુસ્સા અને અતૂટ સમર્થનને લીધે આ શક્ય બન્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને IPL માટે શુભેચ્છાઓ.

તેમ જય શાહે જણાવ્યું હતું, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે પણ પોતાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરીને કહ્યું, ‘ટી-20 મેચમાં સૌથી વધુ હાજરી માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મેળવવો એ ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. તે મેચમાં 101566 લોકોની હાજરી હતી. IPLની ફાઈનલ મેચ 29 મે 2022 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ શક્ય બનાવવા માટે અમારા ચાહકોનો ખૂબ ખૂબ આભાર.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સૌથી મોટું સ્ટેડિયમ બન્યું. પ્રેક્ષકોની બેઠક ક્ષમતા અનુસાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,32,000 પ્રેક્ષકોની ક્ષમતા છે અને તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અગાઉ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હતું. હવે આ સિદ્ધિ ભારતમાં આવી છે.

તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને તેને બનાવવામાં લગભગ 800 કરોડ રૂપિયા લાગ્યા હતા. 76 કોર્પોરેટ બોક્સ, ચાર ડ્રેસિંગ રૂમ ઉપરાંત, આ સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!