Sports

SRH ના આ ખિલાડીએ લીધે જાડેજા સાથે પંગો! મહોલ એટલો ગરમ થઇ ગયો કે એમ.એસ.ધોની પણ…જુઓ વિડીયો

ચાર વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL-2023ની 29મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે 134 રન પર રોકી દીધી હતી. ચેપોક સ્ટેડિયમમાં શુક્રવારે રાત્રે રમાયેલી આ મેચમાં ધોનીએ ટોસ જીતીને હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ એક બેટ્સમેનને પોતાની સ્પિનમાં ફસાવી દીધો હતો. એઇડન માર્કરામની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમને CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 134 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ઓપનર અભિષેક શર્માએ સૌથી વધુ 34 રન બનાવ્યા હતા.

તેણે 26 બોલમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. રાહુલ ત્રિપાઠીએ 21 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. આકાશ સિંહ, તિક્ષાના, મતિશા પાથિરાનાને 1-1 વિકેટ મળી હતી. ધોનીને સ્ટમ્પ આઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો.આ મેચમાં કેપ્ટન ધોનીએ ઇનિંગની 14મી ઓવર માટે બોલ રવિન્દ્ર જાડેજાને આપ્યો હતો. તે જ ઓવરના 5માં બોલ પર મયંક અગ્રવાલને ધોનીએ સ્ટમ્પ કર્યા હતા. મયંકે આગળ જઈને આ શોર્ટ બોલ રમવાનો પ્રયાસ કર્યો.

બોલ સીધો ધોનીના ગ્લોવ્સમાં ગયો અને તેણે આંખના પલકારામાં મયંકને સ્ટમ્પ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. મયંકે 4 બોલનો સામનો કર્યો અને 2 રન બનાવીને આઉટ થયો. આ રીતે હૈદરાબાદની ટીમની 5મી વિકેટ પડી. જાડેજાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને દરેક લોકો ધોનીના વખાણ કરી રહ્યા છે. વાસ્તવમાં, ધોનીની ઝડપીતા અને સ્ટમ્પ આઉટ કરવાની અલગ-અલગ રીતની પહેલાથી જ પ્રશંસા કરવામાં આવી છે. તેમની કપ્તાનીમાં ભારતે 2007માં T20 અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!