Sports

IPL ઇતિહાસ ના અમુક એવા રેકોર્ડ જેને કોઈ પણ નહીં તોડી શકે! એક તો એવો કે જેના વિશે જાણી અક્કલ કામ નહિ કરે…

IPLમાં દર વર્ષે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ રમવા માટે મેદાનમાં ઉતરે છે. જ્યારે આટલા મોટા ખેલાડીઓ લીગમાં રમે છે ત્યારે રેકોર્ડ બનાવવો અને તૂટવો સામાન્ય વાત છે. આપણે બધાએ ઘણી વખત IPLમાં કેટલાક ખાસ રેકોર્ડ બનતા જોયા છે. આજે અમે તમને એવા જ કેટલાક રેકોર્ડ વિશે જણાવીશું જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી અને ન તો કોઈ આ રેકોર્ડની નજીક પહોંચી શક્યું છે.

IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે વર્ષ 2013માં RCB તરફથી રમતા પૂણે વોરિયર્સ સામે આ કારનામું કર્યું હતું. ગેઈલે આ મેચમાં 30 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ત્રણ વર્ષ પહેલા, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે, અલઝારી જોસેફે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ધૂમ મચાવી હતી અને 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ લીધી હતી. પોતાના સ્પેલમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અલ્ઝારી જોસેફના નામે છે.

IPLમાં જ્યારે પણ સિક્સર મારવાની વાત આવે છે ત્યારે ક્રિસ ગેલનું નામ સૌથી પહેલા આવે છે. ક્રિસ ગેલે વર્ષ 2013માં પૂણે વોરિયર્સ સામે 17 સિક્સ ફટકારી હતી, જે અત્યાર સુધીની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર છે. વિરાટ કોહલીએ દરેક ફોર્મેટમાં રન બનાવ્યા છે, IPLમાં પણ કોહલી એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વર્ષ 2016 તેના માટે આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. તેણે 16 મેચમાં 973 રન બનાવ્યા, જે એક સિઝનમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.

IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ કેએલ રાહુલના નામે છે. કેએલ રાહુલે 2018માં 14 બોલમાં અડધી સદી ફટકારવાનું કારનામું કર્યું છે. રાહુલે 2018માં દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. હેટ્રિક લેવી એ દરેક બોલર માટે મોટું સપનું હોય છે. સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લેવી ખૂબ મુશ્કેલ કામ છે. પરંતુ અમિત મિશ્રાએ IPL ઈતિહાસમાં 3 હેટ્રિક લીધી છે, અમિત મિશ્રા IPLમાં સૌથી વધુ હેટ્રિક લેનાર બોલર છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!