Sports

શીખર ધવન ના અંગત જીવનને લઈને આવ્યા ખુબ મહત્વના સમાચાર!! જાણો એવુ તો શું થયું?

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શિખર ધવન માટે સારા સમાચાર છે. તે ટૂંક સમયમાં તેના 9 વર્ષના પુત્ર ઝોરાવરને મળી શકશે. પટિયાલા હાઉસ કોર્ટે ધવનની પત્ની આયેશાને તેમના બાળકને ધવન અને તેના પરિવારને મળવા માટે ભારત લાવવા કહ્યું છે.

કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી 28 જૂને સવારે 10 વાગ્યે દિલ્હીમાં ધવન પરિવારને સોંપવામાં આવે. જો કોઈ કારણોસર આયેશા માટે આ શક્ય ન હોય તો તે આ આદેશના 72 કલાકની અંદર પોતાની અસમર્થતા વ્યક્ત કરી શકે છે.

આદેશ મુજબ શિખર ધવન બાળકને ઓસ્ટ્રેલિયાથી લાવશે અને બાળકને ભારત આવવા માટે વિઝા અથવા જરૂરી મંજૂરી મેળવવાની જવાબદારી આયેશાની રહેશે. સમગ્ર વ્યવસ્થા એવી હશે કે બાળક 27 જૂને ભારત આવે અને 4 જુલાઈએ તેને ઓસ્ટ્રેલિયા પરત મોકલવામાં આવે. આ પ્રવાસનો સંપૂર્ણ ખર્ચ શિખર ધવન ઉઠાવશે.

વાસ્તવમાં ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયેશા વચ્ચે 2021થી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. બંને છેલ્લા 2 વર્ષથી અલગ છે. શિખર ધવન પણ ઓગસ્ટ 2020 થી તેના પુત્ર જોરાવરને મળ્યો નથી. જોકે હવે પિતા-પુત્રની મુલાકાત ટૂંક સમયમાં થઈ શકે છે.

પટિયાલા હાઉસ કોર્ટે પણ ધવનના પરિવાર સાથે બાળકની મુલાકાત પર આયેશાના વાંધાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે શિખર ધવનનો પરિવાર ઓગસ્ટ 2020થી બાળકને મળ્યો નથી. એકલી માતાનો બાળક પર કોઈ અધિકાર નથી. જો શિખર ધવન અત્યાર સુધી એક સારો પિતા સાબિત થયો છે તો તેને બાળકના પરિવારને મળવામાં કેમ વાંધો છે.

મળતી માહિતી મુજબ, ધવન પુત્રની કાયમી કસ્ટડીની માંગ કરી રહ્યો નથી. તેઓ ફક્ત તેમના બાળકને જોવા અને સાથે મળવા માંગે છે. આવી સ્થિતિમાં, કોર્ટે આયેશા ધવનને નિર્દેશ આપ્યો છે કે તે બાળકને પોતે ભારત લાવે અથવા તેને ધવન પરિવારને મળવા માટે કોઈ વિશ્વાસુ વ્યક્તિ મારફતે મોકલે.

કહેવાય છે કે શિખર ધવન અને આયેશા ફેસબુક પર મિત્ર બન્યા હતા. આ પછી બંને પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરી લીધા. ધવન તેની પત્ની કરતા 10 વર્ષ નાનો છે. શિખરના આ પહેલા લગ્ન હતા, પરંતુ આયેશાના બીજા લગ્ન. તેના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે થયા હતા. તેને તેના પહેલા પતિથી બે પુત્રીઓ હતી, જેમના નામ રિયા અને આલિયા છે. જ્યારે ધવન અને આયેશાના પુત્રનું નામ જોરાવર છે.

 

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!