Sports

સેહવાગ કે રોહિત નહિ પરંતુ આ દિગ્ગજ ક્રિકેટરને શ્રેષ્ઠ ઓપનર માને છે શુભમન ગિલ! નામ જાણીને આંચકો લાગશે…

IPL 2023માં ગુજરાત ટાઇટન્સ માટે ખળભળાટ મચાવનાર શુભમન ગિલ આ દિવસોમાં ચર્ચામાં છે. જ્યારે શુભમન ગિલને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તે કયા ખેલાડી સાથે ઓપનિંગ કરવા માંગે છે તો તેણે જે નામ લીધું તે ચોંકાવનારું હતું. તેણે વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓને અવગણીને ચોંકાવનારું નામ લીધું છે.આ ખેલાડીને ઓપનિંગ પાર્ટનર બનાવવા માંગે છે

ગુજરાત ટાઇટન્સ માટે સદી ફટકાર્યા બાદ, શુભમન ગિલને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તે કયા ખેલાડી સાથે ઓપનિંગ કરવા માંગે છે, તો તેણે સચિન તેંડુલકરનું નામ લીધું, જેને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. એ પણ જણાવ્યું કે તે તેનો ડ્રીમ ઓપનિંગ પાર્ટનર છે.તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે શુભમન ગિલનું નામ જોડાયું છે, પરંતુ બંને વચ્ચેના સંબંધોની ક્યારેય સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આરસીબી સામે શુભમન ગિલે 52 બોલમાં 104 રનની તોફાની ઇનિંગ રમી હતી. IPL 2023માં શુભમન ગીલે પોતાના બેટથી 2 સદી ફટકારી છે. અત્યાર સુધી આ ખેલાડીએ 14 મેચમાં 680 રન બનાવ્યા છે.જો આગામી બે મેચોમાં તેનું પ્રદર્શન શાનદાર રહેશે તો તે ફાફ ડુ પ્લેસિસને પાછળ છોડી શકે છે. IPL ખતમ થયા બાદ ફરી એકવાર શુભમન ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ખળભળાટ મચાવનાર છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!