Sports

સૌરવ ગાંગુલીએ શુભમન ગિલનું નામ લઈને કોહલીને ચીડયવો?? જાણો શું છે પૂરો મામલો… ફેન્સ થયા ગુસ્સે

સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચેની લડાઈ જાણીતી છે. કોહલીની કેપ્ટનશીપ દરમિયાન ગાંગુલી બીબીસીઆઈના પ્રમુખ હતા. તે સમયથી શરૂ થયેલું આ યુદ્ધ હજુ પણ ચાલુ છે. તાજેતરમાં બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત સામે રમાયેલી મેચમાં કોહલી અને ગીલે પોતપોતાની ટીમો માટે શાનદાર સદી ફટકારી હતી. પરંતુ ગાંગુલીએ સોશિયલ મીડિયા પર માત્ર ગિલના વખાણ કરીને કોહલી અને તેની વચ્ચેના ઝઘડાને વેગ આપ્યો છે. સોશિયલ મીડિયા પર, ચાહકો ગાંગુલીના આ વલણથી નારાજ છે અને તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

ગુજરાતના ઓપનર શુભમન ગિલ માટે અત્યાર સુધીની આઈપીએલ સિઝન શાનદાર રહી છે. ગિલે અત્યાર સુધી રમાયેલી 14 મેચોમાં શાનદાર બેટિંગ કરતા 56.67ની અદભૂત એવરેજથી 680 રન બનાવ્યા છે. આ સાથે તે બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીસ પછી સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને છે.

તે જ સમયે, કોહલી પણ 639 રન બનાવીને આ યાદીમાં ત્રીજા સ્થાને છે. 21 મેના રોજ રમાયેલી મેચમાં બંને બેટ્સમેનોએ શાનદાર સદી ફટકારી હતી. કોહલી અને ગિલ આ ઇનિંગમાં સદી ફટકારીને સતત બે મેચમાં સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં અનુક્રમે ત્રીજા અને ચોથા ખેલાડી બની ગયા છે.

આ બંને પહેલા શિખર ધવન અને જોસ બટલર પણ આ કારનામું કરી ચુક્યા છે. કોહલીની શાનદાર ઇનિંગ્સની મદદથી બેંગ્લોરની ટીમ તેની નિર્ણાયક મેચમાં ગુજરાત સામે 197 રન બનાવી શકી હતી, પરંતુ ગીલની સદીના આધારે ગુજરાતે પાંચ બોલ બાકી રહેતા આસાનીથી મેચ જીતી લીધી હતી.

ગુજરાતની જીત બાદ ગાંગુલીએ ગીલના વખાણ કરતા લખ્યું, “આ દેશે કેટલી અદભુત પ્રતિભા પેદા કરી છે, વાહ શુભમન ગીલે, સતત બે મેચમાં બે શાનદાર સદી ફટકારીને ટૂર્નામેન્ટમાં અદભૂત માપદંડ સ્થાપિત કર્યો છે.” કોહલીનું નામ ગાયબ જોઈને ચાહકો શરૂ થઈ ગયા. ગાંગુલીને ટ્રોલ કરી રહ્યા છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!