Sports

ક્રિકેટ ચાહકો માટે દુઃખના સમાચાર! Ind vs nz ની ત્રીજી વનડે મેચ થઇ શકે છે રદ? કારણ જાણી તમે દંગ રહી જશો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચોની વનડે શ્રેણીની છેલ્લી નિર્ણાયક મેચ બુધવારે (30 નવેમ્બર) ક્રાઈસ્ટચર્ચ મેદાનમાં રમાશે. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચ જીતીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. જો કે બીજી મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પોતાનું  ગૌરવ બચાવવા માટે ભારતે આ છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા જ ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

વરસાદ આખી રમત બગાડી શકે છે. શ્રેણીની બીજી વનડેની રમત બગાડ્યા બાદ હવે વરસાદની નજર ત્રીજી મેચ પર પણ છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 કલાકે અને ન્યુઝીલેન્ડના સમય અનુસાર બપોરે 2:00 કલાકે શરૂ થશે.

પરંતુ વેધર રિપોર્ટ અનુસાર ક્રાઈસ્ટચર્ચમાં 30 નવેમ્બરે 70 ટકા વરસાદની શક્યતા છે. પરંતુ આ બધા પાછળની ખાસ વાત એ છે કે જો આ મેચ પણ વરસાદને કારણે ટાઈ થઈ છે. આ શ્રેણીમાં 1-0થી આગળ ચાલી રહેલી ન્યુઝીલેન્ડની ટીમ જીતશે. બીજી વનડે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી.

બંન્ને ટીમો વચ્ચેની માત્ર બીજી વનડે પણ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ખરાબ હવામાનને કારણે મેચ વારંવાર રોકવામાં આવી રહી હતી. જે બાદ અમ્પાયરે મેચને 50 ઓવરને બદલે 29 ઓવરની કરી દીધી હતી. પરંતુ તે પછી પણ કોઈ પરિણામ આવ્યું ન હતું.વરસાદને કારણે મેચ રદ્દ કરવી પડી હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!