Sports

રોહિત શર્માએ રચી દીધો આ મોટો ઇતિહાસ! કોહલી-સચિન ન કરી શક્યા તે રોહિતે કરી બતાવ્યું… જાણો

અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના કુલ 480 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. યાદ કરો કે કાંગારૂ ટીમે ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીનની સદીની મદદથી પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા. જોકે, રોહિત શર્મા સારી શરૂઆતને મોટી ઇનિંગમાં બદલી શક્યો ન હતો અને 35 રન બનાવીને મેથ્યુ કુહનેમેન દ્વારા આઉટ થયો હતો. ભારતની પહેલી વિકેટ 74ના સ્કોર પર પડી હતી. 21 રનની આ ઈનિંગ દરમિયાન રોહિત હિટમેને ચોક્કસ સ્થાન હાંસલ કર્યું હતું.

રોહિત શર્માએ 17000 રન પૂરા કર્યા. ઓસ્ટ્રેલિયાના 480 રનના જવાબમાં ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરનાર કેપ્ટન રોહિતે 21મા રન પર રન આઉટ થતાની સાથે જ 17000 આંતરરાષ્ટ્રીય રન પણ પૂરા કર્યા. રોહિતે 438 મેચની 457 ઇનિંગ્સમાં 44.74ની એવરેજથી 17014 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 43 સદી અને 91 અડધી સદી ફટકારી હતી. રોહિતે 49 ટેસ્ટમાં 3379 રન બનાવ્યા છે. જ્યારે તેણે 241 વનડેમાં 9782 રન અને 148 ટી20માં 3853 રન બનાવ્યા છે.

રોહિત 17000 રન બનાવનાર છઠ્ઠો ભારતીય છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા 17000 ઈન્ટરનેશનલ રન પૂરા કરનાર ભારતનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. રોહિત પહેલા સચિન તેંડુલકર-વિરાટ કોહલી સહિત 5 ભારતીયોએ આ સિદ્ધિ મેળવી છે.

17000 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ભારતીય ખેલાડીઓ :

સચિન તેંડુલકર – 34357

વિરાટ કોહલી – 25034

રાહુલ દ્રવિડ – 24064

સૌરવ ગાંગુલી – 18433

એમએસ ધોની – 17092

રોહિત શર્મા – 17000

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!