Sports

ઘણા સમય બાદ ચાલતો દેખાયો રિષભ પંત! એકદમ હિરોની જેમ એન્ટ્રી મારી.. જુઓ વિડીયો

ભારતીય યુવા ખેલાડી રિષભ પંત ગયા વર્ષે 30 ડિસેમ્બર 2022ના રોજ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેના કારણે પંત લાંબા સમયથી ક્રિકેટના મેદાનની બહાર ચાલી રહ્યો છે. IPL 2023 માં, ડેવિડ વોર્નરને ઋષભ પંતની જગ્યાએ દિલ્હી કેપિટલ્સની કપ્તાની સોંપવામાં આવી હતી. પરંતુ વર્તમાન સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું.

ટીમ 14માંથી માત્ર 5 મેચ જીતી શકી હતી. રિષભ પંત હાલમાં બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રિહેબ પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યો છે. હાલમાં જ ઋષભ પંત એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ચાહકો ઋષભ પંતને ફરી મેદાન પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ઋષભ પંત મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન રિષભ પંત ખૂબ જ ઉત્સાહી દેખાઈ રહ્યો હતો. જોકે, રિષભ પંતને ચાલવામાં થોડી તકલીફ પડી રહી હતી. પરંતુ ઋષભ પંતની રિકવરી જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે.

એરપોર્ટ પર હાજર ફેન્સ પણ રિષભ પંત સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. તે જ સમયે, જ્યારે ઋષભ પંત આખરે એરપોર્ટથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તે મીડિયા કર્મચારીઓને કહેતો જોવા મળ્યો, શું તમે તેને ઘરે મૂકી જશો? ઋષભ પંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચાહકોનું કહેવું છે કે હવે તેઓ ઋષભ પંતને મેદાનમાં પરત જોવા માટે રાહ જોઈ શકતા નથી.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે. ઋષભ પંત ઈજાના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા આ વર્ષે એશિયા કપ અને ODI વર્લ્ડ કપ 2023 જેવી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે. આશા છે કે આ બે મોટી ટૂર્નામેન્ટ પહેલા રિષભ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!