Sports

રિકી પોન્ટિંગે ટિમ ઇન્ડિયાની તૈયારી વિશે કહી દીધી આ મોટી વાત! કહ્યું કે…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી બેકફૂટ પર જોવા મળી છે. ભારતીય ટીમે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં નિરાશ કર્યા છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 469 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારત તેની પ્રથમ ઇનિંગમાં 296 રન જ બનાવી શક્યું હતું. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ટીમ ઈન્ડિયાની તૈયારી પર સવાલ ઉઠાવ્યા છે.

ભારત તરફથી બોલિંગમાં મોહમ્મદ શમી અને સિરાજ અત્યાર સુધી શાનદાર લયમાં જોવા મળ્યા છે, જ્યારે ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર વધુ પ્રભાવિત કરી શક્યા નથી. ભારતીય ટીમની આ ખામીઓ વિશે ન્યૂઝ એજન્સી ‘PTI’ સાથે વાત કરતા પોન્ટિંગે કહ્યું, “મને લાગે છે કે તેઓ અત્યાર સુધી પાછળ રહી ગયા છે. આ એક ટેસ્ટ મેચ માટે તેની તૈયારી કદાચ આદર્શ ન હતી. તેમના તમામ ખેલાડીઓ આઈપીએલના ખેલાડી હતા.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને આગળ કહ્યું, “તમે જાણો છો કે કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ ત્યાં હતા (આઈપીએલ 2023માં). તે જ સમયે, કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ત્રણ મહિના સુધી કંઈ કર્યું ન હતું. મને ખબર નથી (ભારતીય બેટ્સમેનો પર તેની કેટલી અસર પડી) જો તમે વિરાટને પૂછશો તો તે કહેશે કે તે તેના માટે પરફેક્ટ છે કારણ કે તેણે તમામ પ્રકારના રન બનાવ્યા છે. જો તમે રહાણેને પૂછો તો આઈપીએલ વિના આ મેચ માટે તેની પસંદગી ન થઈ હોત. તે બંને રીતે કામ કરશે.”

આગળ વાત કરતાં રિકી પોન્ટિંગે જણાવ્યું કે તેણે શાર્દુલ ઠાકુર સાથે શું વાત કરી હતી. પોન્ટિંગે કહ્યું, “મેં શાર્દુલ સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે તે પરેશાન થવા લાગ્યો છે કારણ કે તેને પૂરતી બોલિંગ નથી મળી રહી. તેણે દોઢ દિવસમાં જેટલી બોલિંગ કરી તેટલી આખી આઈપીએલમાં થઈ નથી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!