Sports

RCB એ જે ખિલાડી હરાજીમાં આવતા હાથ ઉંચા કરી લીધા હતા તે જ ખિલાડીએ મચાવ્યુ ગદર!! આટલી બધી વિકેટો ખેરવી..

હાલમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બંને ટીમોએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે, ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં પાકિસ્તાને તેની બીજી ઇનિંગમાં માત્ર 68 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.

આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમે તેના પ્રથમ દાવમાં તમામ વિકેટ ગુમાવીને 313 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે, મોહમ્મદ રિઝવાને પ્રથમ દાવમાં 88 રન બનાવ્યા હતા જ્યારે યુવા ઓલરાઉન્ડર આમર જમાલે 97 બોલમાં 9 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 82 રનની મૂલ્યવાન ઇનિંગ રમી હતી. આગા સલમાને 53 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ દાવમાં ટીમના કેપ્ટન પેટ કમિન્સે 5 જ્યારે મિચેલ સ્ટાર્કે બે વિકેટ ઝડપી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 299 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ વતી માર્નસ લાબુશેને 147 બોલમાં 6 ચોગ્ગાની મદદથી સાત રન બનાવ્યા હતા જ્યારે મિશેલ માર્શે 54 રનનું યોગદાન આપ્યું હતું. સ્ટીવ સ્મિથે 38 રનની ઇનિંગ રમી હતી જ્યારે ઉસ્માન ખ્વાજાએ 47 રન બનાવ્યા હતા. એલેક્સ કેરીએ 38 રનનું યોગદાન આપ્યું હતું.પાકિસ્તાન તરફથી આમેર જમાલે 21.4 ઓવરમાં 69 રન આપીને 6 વિકેટ લીધી હતી જ્યારે આગા સલમાને 2 વિકેટ લીધી હતી.

ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં પાકિસ્તાને તેના બીજા દાવમાં 68 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ રિઝવાન 6* રન પર બેટિંગ કરી રહ્યો છે જ્યારે આમર જમાલે હજુ ખાતું ખોલ્યું નથી. ઓસ્ટ્રેલિયા માટે અનુભવી ઝડપી બોલર જોશ હેઝલવુડે બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી. તમને જણાવી દઈએ કે, તેણે એક જ ઓવરમાં ત્રણ પાકિસ્તાની બેટ્સમેનોને પેવેલિયન પરત કરવાનો રસ્તો બતાવ્યો હતો. તેણે એક જ ઓવરમાં સઈદ શકીલ, સાજિદ ખાન અને આગા સલમાનને આઉટ કર્યા હતા.

હાલમાં ત્રીજા દિવસની રમતના અંતે પાકિસ્તાને 82 રનની લીડ મેળવી લીધી છે. હવે જોવાનું એ રહે છે કે રમતના ચોથા દિવસે કોણ કોના પર પ્રભુત્વ જમાવે છે? અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી આગળ છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!