લોકો આજે પણ સુરમા ભોપાલી ને ભૂલ્યા નથી ! જાણો જગદીપ વિશે આ ખાસ બાબતો
બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ વિષે વાત કરીએ તો બોલીવુડ માં ઘણા બધા કલાકારો થઇ ચુક્યા છે કે જેમને પોતાની અલગ છાપ ઉભી કરી છે, અને તેના લીધે તે લોકોમાં ખુબજ પ્રસિદ્ધ થયા છે, અને હાલ ભલે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં નવા કલાકારો પોતાની અલગ કલાકારી બતાવે છે, પણ જેમણે આ ઇન્ડસ્ટ્રીઝ માં ખુબજ યોગદાન આપ્યું છે, તેને લોકો હજુ સુધી ભૂલ્યા નથી.
બોલીવુડ ની વાત કરીએ તો એવા ઘણા સ્ટાર્સ છે કે જેમને પોતાના શ્રેષ્ઠ કામથી લોકોને મનોરંજન આપ્યું છે. અને ઘણા એવા મહાન કલાકારો થઇ ચુક્યા છે, તેની જગ્યા કોઈ લઇ શક્યું નથી. તેમાં ખાસ તો ૬૦,૭૦,૮૦ ના દાયકામાં ઘણા કલાકારો એ હિટ ફિલ્મો આપી ને આ ઇન્ડસ્ટ્રીઝ માં મોટું યોગદાન આપ્યું છે. તેવા જ એક દસકાના એક ઉમદા અને ઘણી હીટ ફિલ્મો આપનાર એક કલાકાર નામે જગદીપ કે જેમને લગભગ પોતાના ફિલ્મ કરિયર માં ૪૦૦ ફિલ્મો થી વધુ ફિલ્મો માં કામ કરેલ છે.
૨૯ માર્ચ ૧૯૩૯ માં મધ્યપ્રદેશ ના દતીયામાં જગદીપ નો જન્મ થયો હતો. તેમણે તેમના કરિયર ની શરૂઆત ૧૯૫૧ થી ફિલ્મ અફસાના થી કરી હતી. ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ લોકોને તેમનો કોમેડીયન નો રોલ વધારે પસંદ આવતો હતો, તેથી તે કોમેડી રોલ વધારે કરતા હતા. જગદીપ ની હિત ફિલ્મો ની વાત કરીએ તો “અબ દિલ્લી દુર નહિ મુન્ના , “આર પર” ડો બિગા જમીન જેવી ઘણીબધી હીટ ફિલ્મો તેમણે આપી છે. આ ફિલ્મો પછી જગદીપ ને ખુબજ લોકપ્રિયતા મળી હતી, ત્યારબાદ તેઓ લીડ રોલમાં પણ આવતા હતા. અને તેમની આવી અદાકારી ના કારણે તેમણે આઈફા એવોર્ડ પણ મળેલો હતો.
જગદીપ જી એ બોલીવુડ માં ખુબ સારી કોમેડીયન ની છાપ છોડી છે, અત્યાર સુધી લોકો તેને ભૂલી શક્યા નથી. તેમણે લોકોને ખુબજ હસાવ્યા છે. તેમણે ઘણી એવી ફિલ્મો પણ કરી છે, તેમાં લોકોને તેમણે લાગણીશીલ પણ કરી દીધા છે, પણ હજુ લોકો તેમને તેમની અદાકારી અને કલાકારી ના લીધે યાદ કરે છે..