EntertainmentGujarat

અમદાવાદ ના પટેલ યુવાને કમાલનુ ઈનોવેશ કર્યુ ! ટુ વ્હીલર મા કીટ લગાવ્યા બાદ ગાડી માત્ર 15 પૈસા / કિ.મી ચાલશે…

આજના સમયમાં પોતાના વાહનો ચલાવવા ખૂબ જ મોંઘા પડી રહ્યા છે ખૂબ જ આલીશાન અને પૈસા ખર્ચીને આપણે ફોરવીલ અને ટુવીલ તો કરી લીધેલા ખરીદી લીધા પરંતુ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા વધી રહ્યા છે કે વિચારવું પડે કે આ વાહનો ને ચલાવે કે ના ચલાવવા, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં જ અમદાવાદના એક યુવાને એવી અનોખી શોધ કરી છે તેનાથી તમારું પેટ્રોલ નો ખર્ચ તો બચશે સાથો સાથ તમારૂ જૂનું વાહન પણ ઇલેક્ટ્રિક બની જશે.

જે વ્યક્તિ મનથી નક્કી કરી લઈ કે, તેને કઈ કરી બતાવું છે, એ જીવનમાં સફળતા જરૂર મેળવે છે, વિપુલ પટેલ નામના યુવાને અનોખી ઇલેક્ટ્રિક કીટ બનાવી જેનાથી તમારો પેટ્રોલનો 90 % ખર્ચ ઘટી જશે.આ કીટ એક વખત ચાર્જ કરીને વાહન ચલાવવામાં આવે તો 15 પૈસા/1 કિમિ બાઇક ચાલશે એક વખત બેટેરી ચાર્જ થતા 2 કલાકનો સમય લાગશે અને 80 કિમિ વાહન ચાલશે. જો તમારી પાસે ઇંધણથી ચાલતું વાહન હોય તો તે પણ હવે ઇલેક્ટ્રિક વાહનની જેમ બેટરીથી ચલાવી શકશે.લઅમદાવાદના વિપુલ પટેલે રેટ્રોફિટ ઇલેક્ટ્રિક કીટ બનાવી છે.

જે કોઈ પણ ટુ-વ્હીલરમાં લાગી જશે અને ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનની જેમ ચાલશે. આ કિટની કિંમત રૂ.42000 છે અને ખાસ વાત એ છે .રોનક પટેલે રેટ્રો ફિટ ઇલેક્ટ્રિક કીટ માટે IPR(ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ)માં પેટન્ટ પણ કરાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિ માં આ મોડેલને લઈને વિપુલ પટેલે અરજી કરી હતી. યુવાનની આ અનોખી શોધના લીધે તેને 10 દિવસમાં આ મોડેલ માટે મંજૂરી મળી ગઈ હતી. સરકાર તરફથી ફંડ પણ પણ મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીએ મેનેજમેન્ટ, રાઇટ્સ, મેન્યુફેક્ચરિંગ સહિતમાં મદદ કરી હતી.

શરૂઆતમાં 4 લાખની ગ્રાન્ટ પણ મળી ગઈ છે અને બીજી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે જે ટૂંક સમયમાં મળી જશે. અત્યારે આ કીટનું ઓનલાઇન અને પ્રિ-બુકીંગ થઈ રહ્યું છે. જો તમે પણ આ કીટ લેવા માગતા હોય તો હાલમાં જ આ કીટનું બુકિંગ કરાવી શકો છો. ખાસ વાત એ છે કે, તમે www.wheelectric.in નામની વેબસાઈટ પર આ કીટ અંગેની તમામ માહિતી અને બુકીંગની વિગતો મુકવામાં આવી છે. આ વેબસાઈટ પરથી અત્યારે બુક કરાવી શકાશે. આ ઇલેક્ટ્રિક કિટનાં અમે આપને ફાયદા જણાવીએ તો.

બાઇક સહીતનાં વાહનોમાં લગાવી શકાશે અને બેટરીનો ચાર્જીગનો સમય 2 કલાક લાગશે અને 80 કિમિ સુધી ચાલી શકશે. બેટરી પુરી થાય તો વહાન પેટ્રોલ પર ચાલશે.કીટ લગાવ્યા પછી 3 વર્ષની વોરંટી મળશે અને અને જેટલા કિમિ પેટ્રોલ પર ચાલશે એટલી જ બેટરી ફરી ચાર્જ થઈ જશે.કીટ વાહનના ટાયરમાં અને બેટરી અન્ય જગ્યા એ લગાવશે.આ કિટની કિંમત રૂ.42000 છે અને ખાસ વાતે કે આ કીટલગાવશો તો 90 % તમારો પેટ્રોલનો ખર્ચ આપોઆપ ઘટી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here