EntertainmentGujarat

હનુમાન તરીકે રોલ ભજવનાર દારા સિંહની એક ઈચ્છા અધૂરી જ રહી ગઈ! દીકરાએ જણાવી અંતિમ ઈચ્છા કે પિતાને…

તમેં હનુમાન સિરિયલ તો જોઈ હશે! આજે આપણે વાત કરીશું દારા સિંહ વિશે જેમણે પોતાના જીવનનાં અંત સુધી અભિનય સાથે જોડાયેલ છે, તેમના જીવનની એક અંતિમ ઈચ્છા અધૂરી જ રહી ગઇ. ત્યારે ચાલો અમે આપને ઈચ્છા વિશે જણાવશું દારા સિંહે ક્યારેય ફિલ્મોમાં કામ કરવાનો વિચાર કર્યો ન હતો. તે પહેલવાન તરીકે ઘણા લોકપ્રિય અને વ્યસ્ત હતા. ૧૯૨૮ માં જન્મેલા દારા સિંહનું અસલ નામ દીદારસિંહ રંધાવા હતું.

તે ૧૮ વર્ષની ઉંમર સુધી ગામમાં ખેતીવાડી સાથે કુશ્તીમાં ભાગ લેતા હતા. ગામમાં એક પહેલવાનને જોઇને એના જેવા બનવાનો શોખ થયો હતો. યુવાનીમાં પોતાના કાકા સાથે સિંગાપુર ગયા ત્યારે રસ્તામાં મદ્રાસ બંદર પર એક કાગળમાં એમણે નામને સરળ કરવા દારા સિંહ લખી દીધું હતું. પછી એ જ નામથી કાયમ ઓળખાયા. સિંગાપુરમાં કુશ્તી પ્રખ્યાત હતી. દારાના મજબૂત અને વિશાળ શરીરને કારણે પંજાબીઓએ એમને વ્યાવસાયિક પહેલવાન બનવાનું સૂચન કર્યું. અને સિંગાપુરમાં રહેતા પંજાબીઓની મદદથી ત્રણ વર્ષની મહેનત બાદ દારાએ ૧૯૫૦ માં મલેશિયન ચેમ્પિયનશીપ જીતી.

૧૯૫૧ માં દારાએ શ્રીલંકામાં હંગેરીના પહેલવાન કિંગકોંગને હરાવ્યો. પાછળથી ‘કિંગકોંગ’ નામની ફિલ્મમાં દારાએ કામ કર્યું. ૧૯૫૩ માં દારા ભારતમાં ચેમ્પિયન બન્યા. ત્યારે પહેલવાનો માટે ફિલ્મ જોવા પર ઉસ્તાદોનો પ્રતિબંધ હતો. છતાં દારાએ કેટલીક ફિલ્મોમાં પહેલવાન તરીકે નાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ‘પહેલી ઝલક’ (૧૯૫૪) માં ઓમપ્રકાશ સાથે સપનામાં કુશ્તી લડવાનું દ્રશ્ય હતું. એમાં કોઇ સંવાદ ન હોવાથી વાંધો આવ્યો ન હતો. ફિલ્મ ‘ભક્તરાજ’ માં દારા સંવાદ બોલી શકતા ન હોવાથી રીટેક થઇ રહ્યા હતા ત્યારે નિર્દેશકે કુશ્તી લડવાના દ્રશ્યમાં મન ફાવે તેમ બોલવાનું કહી દીધું હતું. પછી ડબિંગ કરાવી લીધું હતું

ફિલ્મોમાં કામ કરવાનું ગંભીરતાથી વિચારવા પાછળ દારા પાસે કારણ હતું.નિર્માતા દેવી શર્માએ તેમની ફિલ્મ ‘કિંગકોંગ'(૧૯૬૨) ની મુખ્ય ભૂમિકા ઓફર કરી ત્યારે પહેલાં ડર એવો લાગ્યો કે લોકો મજાક તો નહીં ઉડાવે ને. .દારાને સંવાદ બોલવાનું આવડતું ન હોવાથી ‘કિંગકોંગ’ ના શુટિંગ વખતે હિન્દી અને ઉર્દૂ શીખવવા માટે ઉસ્તાદ રાખવામાં આવ્યા હતા. ‘કિંગકોંગ’ સફળ થયા પછી દારા સિંહને અનેક નિર્માતાઓએ પોતાની સ્ટંટ ફિલ્મમાં લીધા.

૧૯૬૩ માં ‘ફૌલાદ’ ના નિર્માતા કોઇ જાણીતી હીરોઇનને લેવા માગતા હતા ત્યારે કોઇ હીરોઇન દારા જેવા સ્ટંટ ફિલ્મોના હીરો સાથે કામ કરવા તૈયાર ના થઇ. એ સમય પર મુમતાઝ નાની ભૂમિકાઓ કરતી હતી. તેણે હા પાડી અને ‘ફૌલાદ’ પછી એમની જોડી એટલી હિટ રહી કે એક ડઝન ફિલ્મોમાં દેખાઇ. દારા સિંહની જોડી નિશિ નામની અભિનેત્રી સાથે પણ એટલી જ સફળ રહી. દારા સિંહે ૮૦ થી વધુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. સ્ટંટ ઉપરાંત ધાર્મિક ફિલ્મોમાં દારા સિંહને પસંદ કરવામાં આવ્યા હતા. દારા સિંહને હીરો અને ચરિત્ર અભિનેતા જેટલી જ પ્રસિધ્ધિ ‘રામાયણ’ સિરિયલમાં ‘હનુમાન’ ની ભૂમિકાથી મળી હતી.

વીંદુ દારા સિંહે એક ઇન્ટરવ્યૂમાં પોતાના પિતાની છેલ્લી ઈચ્છા જણાવી હતી. બોલિવૂડ લાઈફના ખબર મુજબ, વિંદુ દારા સિંહએ જણાવ્યું કે તેમના પિતાની છેલ્લી ઈચ્છા રામાયણને ફરીથી જોવાની હતી.વિંદુએ જણાવ્યું, ‘મારા પિતા પોતાના છેલ્લા સમયમાં રામાયણને એક વખત ફરી જોવાની ઈચ્છા જણાવી હતી. તેમણે જણાવ્યું હતું હું એક વખત ફરી રામાયણ જોવા માંગુ છું. રામાયણ જોવું તેમની છેલ્લી ઈચ્છા હતી. તે જયારે રામાયણ જોવા બેસતા હતા, તો એક વખતમાં પાંચ એપિસોડ્સ જોઈ લેતા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here