EntertainmentGujarat

5 વર્ષમાં એકવાર ખુલ્લે છે માતાજીમાં દ્વાર જ્યાં માત્ર પુરુષો પ્રવેશી શકે સ્ત્રીઓ અહીંયા આવી શકતી નથી.

જગતમાં અનેક શક્તિમાં ધામો આવેલા છે,જીવનને અતિ સુખમય બનાવે છે. આમ પણ ભારતની ધરા શક્તિનાં અંગો થી પવિત્ર થઈ છે, જ્યાં અનેક એવા ધામો છે જેનો મહિમા ખૂબ જ અનેરો છે. ત્યારે આજે આપણે એક એવા મંદિર વિશે જાણવાનું છે જે દર 5 વર્ષમાં માત્ર એકવાત જ તેનાં દ્વાર ખુલે છે તેમજ આ મંદિરની ખાસ વાત એ છે કે, અહીંયા માત્ર પુરુષોને જ એન્ટ્રી મળે છે. ચાલો ત્યારે આ મંદિરનો અનેરો ઇતિહાસ જાણીએ.

અમે વાત કરી રહ્યા છીએ છત્તીસગઢના નિરાઈ માતાના મંદિરની, જે અહીં થનારી અવિશ્વસનીય ચમત્કારિક ઘટના માટે પ્રસિદ્ધ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, નવરાત્રી દરમિયાન માતાજીના આ મંદિરમાં એક જ્યોત પ્રજ્જવલિત થાય છે અને નવરાત્રી દરમિયાન તેલ વિના તે અખંડ રહે છે. આ દીવાનું તેલ વિના પ્રજ્જવલિત રહેવું તે એક રહસ્ય છે.

આ મંદિરમાં માતાજીનાં દર્શન કરવા સરળ નથી, કારણ કે મંદિરના પટ વર્ષમાં માત્ર એક દિવસ જ ખૂલે છે. નવરાત્રીના પહેલા દિવસે સવારે ચાર વાગ્યાથી સવારે નવ વાગ્યા સુધી એટલે કે પાંચ કલાક માટે આ પટ ખૂલ્લા રહે છે.નિરાઇ માતાના મંદિરમાં સિંદૂર,સુહાગ,કુમકુમ,ગુલાલ,બંદન અર્પણ કરવામાં આવતા નથી,પરંતુ માતા નાળિયેર અને અગરબત્તીથી પ્રસન્ન થાય છે.સામાન્ય રીતે એવા મંદિરોમાં કે જ્યાં દિવસભર દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે,

બાકીના દિવસ દરમિયાન અહીં આવવાનું પ્રતિબંધિત છે.જ્યારે પણ આ મંદિર ખુલે છે,ત્યારે હજારો લોકો માતાના દર્શને અહીં પહોંચે છે.ગામલોકોનું કહેવું છે કે તે નિરઇ દેવીનો ચમત્કાર છે કે તેલ વગર નવ દિવસ સુધી જ્યોત સળગતી રહે છે.નિરાઇ માતાના મંદિરમાં મહિલાઓને પ્રવેશ અને પૂજા કરવાની મંજૂરી નથી.અહીં ફક્ત પુરૂષો જ પૂજા-અર્ચના કરે છે. મહિલાઓ પ્રસાદ પણ આરોગી શકતી નથી.એવું કહેવાય છે કે અઘટિત ઘટના બને છે આવું કરવા થી. આ માતાજીના આશીર્વાદ કરવા અનેક લોકો ભાવિભક્તો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here