Sports

ફરી એક વખત દિનેશ કાર્તિક એ કરેલ ભવિષ્યવાણી સાચી પડી ??? જુઓ વિડીઓ કીધુ કે યાદવ સિક્સ મારશે…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ઈન્દોર ટેસ્ટમાં ઉમેશ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ દાવમાં બેટિંગ કરતા તેણે 13 બોલમાં 17 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ સાથે તે ભારતમાં ટેસ્ટમાં 100 વિકેટ લેનારા બોલરોની ક્લબમાં સામેલ થઈ ગયો છે.

દિનેશ કાર્તિકે આ ભવિષ્યવાણી કરી . આ મેચ દરમિયાન જ્યારે ઉમેશ યાદવ બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી દિનેશ કાર્તિકે તેના વિશે ભવિષ્યવાણી કરી અને કહ્યું કે મને ખબર છે કે તે સિક્સર ફટકારશે. જે સમયે ઉમેશ બેટિંગ કરતા મેચને રોમાંચક બનાવી રહ્યો હતો ત્યારે કોમેન્ટ્રી કરી રહેલા ડીકેએ આ વાતની આગાહી કરી હતી, ત્યારપછીના જ બોલમાં ઉમેશે તોફાની સિક્સર ફટકારી હતી.

દિનેશ કાર્તિકે વીડિયો શેર કર્યો છે. ઉમેશ યાદવની છગ્ગા જોઈને દિનેશ કાર્તિક ઉત્સાહિત થઈ ગયો. તેના ચહેરા પર ખુશી હતી. દિનેશ કાર્તિકે આ આગાહી દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જો મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં બેટિંગ કરી રહી છે. 88 રનની લીડનો પીછો કરતા ભારતીય ટીમે 37 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં જોવા મળી રહી છે.

ભારતે પ્રથમ દાવમાં 109 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 197 રન બનાવ્યા હતા અને 88 રનની લીડ મેળવી હતી. હવે ભારત બીજા દાવમાં રમી રહ્યું છે. 2 વિકેટ પડી છે. ચેતેશ્વર પૂજારા 15 જ્યારે વિરાટ કોહલી 1 રન બનાવીને ક્રિઝ પર છે. શુભમન ગિલ અને રોહિત શર્મા આઉટ થયા છે. ત્રીજી ટેસ્ટના બીજા દિવસે બીજા સેશનની રમત ચાલી રહી છે.

ઈન્ડિયા (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા (સી), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (ડબ્લ્યુ), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ (સી), પીટર હેન્ડ્સકોમ્બ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (ડબ્લ્યુ), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, ટોડ મર્ફી, મેથ્યુ કુહનમેન.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!