અદાણી કે અંબાણી નહી ! આ ભારતીય ઉદ્યોગપતિ કરે છે સૌથી વધુ દાન , જાણો કોણ છે આ દાનવિર…
આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેમને જીવનના ખૂબ જ સફળતા મેળવી છે, છતાં પણ જીવનના ક્યારેય અભિમાન નહિ આવ્યું અને આજે અનેક ગણું દાન તેવો સદ્દકાર્ય માટે કરે છે. ગુજરાતની ધરામાંથી અનેક સંપત્તિ વાન લોકો આજે દેશના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મોખરે છે, ત્યારે આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેઓ દાનવીર તરીકે વધુ ઓળખાય છે. ચાલો આ વ્યક્તિ વિશે અમે આપને દરેક વાત જણાવી કે, તેમને જીવનના સફળતા કંઈ રીતે મેળવી.
ગુજરાતનાં મહાન દાનવીર પ્રેમજી અજીમનો જન્મ 24 જુલાઈ, 1945ના રોજ બોમ્બેમા એક ગુજરાતી મુસ્લિમ પરિવારમાં થયો હતો.તેમના પિતા જાણીતા ઉદ્યોગપતિ હતા અને બર્માના રાઇસ કિંગ તરીકે જાણીતા હતા. પાકિસ્તાનના સ્થાપક મુહમ્મદ અલી ઝીણાએ તેમના પિતા મોહમ્મદ હાશેમ પ્રેમજીને પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું, તેમણે વિનંતી નકારી કાઢી અને ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું. પ્રેમજી અજીમે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.તેણે યાસ્મીન પ્રેમજી સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને બે બાળકો રિશાદ અને તારિક છે. રિશાદ પ્રેમજી હાલમાં IT બિઝનેસ, વિપ્રોના મુખ્ય વ્યૂહરચના અધિકારી છે.
તેમના પિતા મોહમ્મદ હાશિમ પ્રેમજી ચોખાના જાણીતા વેપારી હતા. બર્મામાં તેમનો ચોખાનો મોટો બિઝનેસ હતો. જેના કારણે તેમને બર્માના રાઇસ કિંગ કહેવામાં આવતા હતા.ગુજરાતમાં આવ્યા પછી પણ તેમણે ચોખાનો ધંધો શરૂ કર્યો. ધીમે ધીમે તેમની ગણતરી ભારતના મોટા ચોખાના વેપારીઓમાં થવા લાગી. કહેવાય છે કે 1945માં અંગ્રેજોની કેટલીક નીતિઓને કારણે તેમને ચોખાનો ધંધો બંધ કરવો પડ્યો હતો.
અઝીમ પ્રેમજીના પિતાએ 1945માં વનસ્પતિ ઘી બનાવવાનું શરૂ કર્યું અને વેસ્ટર્ન ઇન્ડિયન વેજિટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડ નામની કંપની બનાવી. આ કંપની વેજીટેબલ ઓઈલ અને લોન્ડ્રી સાબુ બનાવતી હતી. તેમની કંપનીની સ્થાપના 29 ડિસેમ્બર, 1945ના રોજ થઈ હતી.જીવનમાં કેટલીક વિકટ પરિસ્થિતિઓ સામે આવતી હોય છે.1977 સુધીમાં બિઝનેસ ખૂબ આગળ વધ્યો હતો. ત્યારે અઝીમ પ્રેમજીએ કંપનીનું નામ બદલીને વિપ્રો રાખ્યું હતું. ત્યારબાદ વિપ્રોએ અમેરિકાની કંપની સેન્ટિનલ કમ્પ્યુટર્સ સાથે મળીને માઇક્રોકમ્પ્યુટર્સ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.
સેન્ટિનલ કમ્પ્યુટર્સ સાથે તકનીકી વહેંચણી કરાર થયો હતો. થોડા સમય બાદ વિપ્રોએ તેના હાર્ડવેરને સપોર્ટ કરતું સોફ્ટવેર બનાવવાનું કામ પણ શરૂ કર્યું હતું.અઝીમ પ્રેમજીએ પોતાની કમાણીનો મોટો ભાગ દાન કરવામાં વાપર્યો છે. તેમણે પોતાના નામે ચાલતા ફાઉન્ડેશનના નામે પોતાના હિસ્સાના 60થી વધુ શેર હસ્તગત કરી લીધા છે. આ સંસ્થા ભારતના ઘણા રાજ્યોમાં શાળા શિક્ષણથી માંડીને બીજી ઘણી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. અઝીમ પ્રેમજીએ દાન માટે દરરોજ આશરે 22 કરોડ રૂપિયા એટલે કે કુલ 7904 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.