નીતા અંબાણી પાસે છે 242 કરોડ રુપીયા નુ પ્લેન ! અંદર નો નજારો જોશો તો 5 સ્ટાર હોટલ ને ભુલી જશો
અંબાણી પરિવારનું નામ સાંભળતા કે વાંચતાની સાથે જ તેમના વિશે જાણવાની સૌ કોઈને તમન્ના થાય. આજે આપણે જાણીશું નીતા અંબાણી સાથે જોડાયેલ ખાસ વાત. વિશ્વમાં જેમનાં નામનો ડંકો વાગે છે, એવા મુકેશભાઈ અંબાણીમાં પત્ની નીતા અંબાણી પાસે છે 242 કરોડ રુપીયા નુ પ્લેન!
હવે વિચાર કરો કે જે સ્ત્રી 3 લાખની ચા પી ને દિવસની શરૂઆત કરે એનું પ્રાઇવેટ પ્લેન કેવું હશે? ચાલો આજે અમે આપને આ પ્લેન વિશે માહિતગાર કરીએ. આ પ્લેનનો અંદર નો નજારો જોશો તો 5 સ્ટાર હોટલ ને ભુલી જશો. ખરેખર નીતા અંબાણી જેવું વૈભવશાલી જીવન જીવે છે એવું જીવન તો મુકેશભાઈ નહીં જીવતા હોય.
નિતા અંબાણીના પ્રાઇવેટ પ્લેન વિશે વાત કરીએ એ પહેલા તેમના વિશે જાણીએ. નિતા અંબાણી એક કલાસિકલ ડાન્સર છે અને સાથોસાથ તેઓ બિઝનેસવુમન ની સાથે સમાજસેવીક પણ છે. અંબાણી પરિવારમાં નીતા અંબાણીનો પોતાનો અલગ જ અંદાજ છે. ખાસ કરીને તેમની લક્ઝ્યુરિયસ લાઇફ સ્ટાઇલના લીધે વધુ લાઇમ લાઈટમાં રહે છે
નીતા અંબાણી ભારત જ નહીં પણ આખા એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે, તો સ્વાભાવિક છે કે, તેમનું જીવન પણ એટલું જ સુખ સુવિધાઓથી ભરપૂર અને સંપૂર્ણ રીતે વૈભવશાળી હોવું જોઈએ. ખાસ કરીને તો નિતા અંબાણી નો પહેરવેશ જ એટલો કિંમતી હોય છે કે, એક પરિવારનું આખું જીવન પસાર થઈ જાય.
ખાસ વાત એ છે કે, અંબાણીએ તેમના 44માં જન્મદિવસે વર્ષ 2007માં ગિફ્ટ આપ્યું હતું. મુકેશ અંબાણીએ નીતાને કસ્ટમ ફિટેડ એરબસ 319 લક્ઝરી પ્રાઇવેટ ડેટ ગિફ્ટમાં આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેની કિંમત 230 કરોડ રૂપિયા છે. આ જેટ આલીશાન મહેલ જેવું છે અને અંદર ની સુવિધાઓ જોઈને પાગલ થઈ જશો કે આવું પણ હોય શકે ખરું!
બ્લોગ સાથે આપેલ તસ્વીરો જોઈને ખ્યાલ આવી જશે કે, આ જેટમાં ક્યાં ક્યાં પ્રકારની સુવિધાઓ છે અને જેટ એકદમ ફાઈવ સ્ટાર હોટેલ જેવી છે. આ જેટમાં એક મિટિંગ રૂમ, ડાઇનિંગ હોલ, બેડરૂમ અને થિયેટર જેવી અનેક સુવિધાઓ છે.
જે આપણને હોટેલમાં પણ મળી શકે છે..મનોરંજન માટે તેમાં એક ફ્લાઇટ સ્કાઇ પણ હાજર છે. આ જેટમાં તમામ સુવિધાઓનું ધ્યામ રાખવામાં આવ્યું છે, જેથી નિતા અંબાણી ને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.