Sports

ઇન્ડિયા ની નવી ટ્રેનિંગ કીટ જોઈને સોશિયલ મીડિયા પર ડ્રાઈઓ ચાહકો ચકરાય ગયા! કાંઈક આવી છે કીટ.. જુઓ તસ્વીર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી રમાશે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમની નવી ટ્રેનિંગ કીટનો લુક સામે આવ્યો છે. કિટ સંપૂર્ણપણે વાદળી રંગની છે. તેમાં ત્રણ પટ્ટાઓ પણ દેખાય છે. WTC ફાઇનલમાં પણ ભારતીય ટીમ આ જ પેટર્નની જર્સી પહેરીને જોવા મળશે. ખેલાડીઓ હવે BCCIનો લોગો અને ત્રણ પટ્ટાવાળી જર્સી પહેરીને જોવા મળશે.

ગુરુવારે નવી ટ્રેનિંગ કિટમાં ભારતીય ટીમના ઘણા સભ્યોનો ફોટો જોવા મળ્યો છે. જેમાં ટીમના કોચ રાહુલ દ્રવિડ, ઝડપી બોલર ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર અને અન્ય સભ્યો નવી ટ્રેનિંગ કિટમાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ તસવીરો શેર કરતા BCCIએ લખ્યું, “અમે ટીમ ઈન્ડિયાની નવી ટ્રેનિંગ કીટ બહાર પાડી રહ્યા છીએ. આ સાથે WTC ફાઈનલની અમારી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.”

એક યુઝરે આ નવી કિટ વિશે ટ્વિટર પર લખ્યું, “ટીમ ઈન્ડિયાની નવી એડિડાસ કીટ ફૂટબોલ ટીમ જેવી લાગે છે, ક્રિકેટના ધોરણો દિવસેને દિવસે વધી રહ્યા છે. વિરાટ કોહલીને આ આઉટફિટમાં જોવા માટે રાહ જોઈ શકતો નથી.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “ભારતીય ટીમનો નવો લુક, ફાઈનલ માટે તમામ તૈયાર.”

જ્યારે અન્ય યુઝરે લખ્યું, “ફક્ત એક શબ્દ- વાહ, આભાર એડિડાસ.” અન્ય એકે લખ્યું, “આર્જેન્ટિના અને મેસ્સીએ એડિડાસ સાથે વર્લ્ડ કપ જીત્યો, આશા છે કે આ વર્લ્ડ કપમાં પણ આ જ નસીબ ભારતનો સાથ આપે.

ખબર છે કે ટીમ ઈન્ડિયાની કિટને લઈને એડિડાસ અને BCCI સાથે નવેસરથી કરાર કરવામાં આવ્યો છે. આમાં એડિડાસ ભારતીય ટીમની જર્સી, કિટ અને અન્ય એસેસરીઝ ડિઝાઇન કરશે. આ કરાર જૂન 2023 થી માર્ચ 2028 સુધી રહેશે

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!