Sports

Ms ધોનીને મળવા પોહચ્યાં મોહમ્મદ કેફ! ખેંચાવી આ ખાસસ તસવીરો… જુઓ

તાજેતરમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમું IPL ખિતાબ જીતનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એરપોર્ટ પર તેનો જૂનો મિત્ર મળ્યો. IPL-2023 બાદ ધોનીએ પોતાના ઘૂંટણની સર્જરી કરાવી છે અને તે કરાવ્યા બાદ જ્યારે ધોની પરિવાર સાથે એરપોર્ટ પહોંચ્યો ત્યારે તે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફને મળ્યો. કૈફે IPL-2023માં કોમેન્ટ્રી કરી હતી અને તે તેના પરિવાર સાથે પણ હતો.

ધોનીએ આખી આઈપીએલ પીડામાં રમી અને પોતાની ટીમ માટે ખિતાબ જીત્યો. કોકિલાબેન હોસ્પિટલમાં તેમના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. ચેન્નાઈનું આ પાંચમું આઈપીએલ ટાઈટલ છે. આ સાથે ચેન્નાઈએ મુંબઈની બરાબરી કરી લીધી છે. બંને ટીમો પાસે હવે પાંચ-પાંચ IPL ટાઇટલ છે.

કૈફે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેનો પરિવાર એરપોર્ટ પર ધોનીને મળ્યો હતો. કૈફે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ધોની તેની સર્જરી બાદ પરત ફરી રહ્યો છે. ધોનીને જોઈને કૈફનો દીકરો કબીર ઘણો ખુશ થઈ ગયો અને તેનું કારણ એ હતું કે ધોનીએ કૈફના દીકરાને કહ્યું કે તે પણ બાળપણમાં કબીરની જેમ ફૂટબોલ રમતો હતો. કૈફે આ પોસ્ટના અંતે લખ્યું, ‘ચેમ્પિયન આગામી સિઝનમાં મળશે.’

 

View this post on Instagram

 

A post shared by Mohammad Kaif (@mohammadkaif87)

કૈફ દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં કૈફની પત્ની, કૈફનો પુત્ર અને ધોની, સાક્ષી ધોની અને ઝીવા તેમની સાથે છે.ધોની અને કબીર અલગ-અલગ ફોટોમાં છે.

ધોનીએ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ તે આઈપીએલ રમે છે. 2020 થી, IPLમાંથી ધોનીની નિવૃત્તિની અટકળો દરેક સિઝનમાં હવામાં વહે છે પરંતુ ધોની આગામી સિઝનમાં ફરી પાછો ફરે છે. આ સિઝનમાં પણ ધોનીની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી હતી, પરંતુ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી ન હતી. ફાઈનલ જીત્યા બાદ તેણે નિવૃત્તિના સવાલ પર કહ્યું કે તેની પાસે હજુ પણ સમય છે અને તે તેના વિશે વિચારશે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!