ભારત નું ચમત્કારિક ગામ જ્યાં છે સ્વયં ભગવાનના શિવના આશીર્વાદ અહી મળે છે ગરીબીથી મુક્તિ જાણો મનોકામના પૂર્ણ કરનાર આ ગામ વિશે…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન ભારત ઘણું જ સમૃદ્ધ હતી આપણી આ પાવન ધરતી પર અનેક ઋષિ મુનીઓ તથા અનેક સાધુ સંતો થઇ ગયા ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં ભગવાને પણ મનુષ્ય સ્વરૂપે ઘણી વખત અવતાર લઈને માનવતા ને ધનતા અર્પી છે. કહેવાય છે કે ભારત દેશ ચમત્કારનો દેશ છે, આજે પણ અહી એવા ચમત્કાર થાય છે કે જે તમારી અદ્રશ્ય દેવીય શક્તિમાં આસ્થા વધારે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં અનેક સાધુ સંતોએ જન્મ લીધો જેમણે તેમના તપ, જ્ઞાન અને પોતાની સાધનાથી અનેક લોકોનો ઉદ્ધાર કર્યો.
આપણે અહી જે ગામ વિશે વાત કરવાની તે ગામ પણ લોકોની આસ્થા નું મોટું કેન્દ્ર છે, તો ચાલો આપણે આ ગામ વિશે વધુ માહિતી મેળવીએ. જણાવી દઈએ કે આ ગામ ભારત અને તિબેટ ની સીમા પર આવેલ ભારત નું સૌથી છેલ્લું ગામ છે. આ ગામનું નામ માણા ગામ છે. જણાવી દઈએ કે આ ગામ ઉતરાખંડ ના ચમોલી જીલ્લમાં આવ્યું છે, કહેવાય છે કે આ ગામનું નામ ભગવાન શિવ ના સૌથી મોટા ભક્ત મણીભદ્ર ના નામ પરથી રાખવામાં આવ્યું છે.
લોક વાયકા અનુસાર આ ગામ ને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત છે. કહેવાય છે કે અહી આવનાર લોકોના પાપ નાશ પામે છે આ ગામ ઘણા પ્રાચીન સમયથી પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ ગામને લઈને સંસ્કૃત અકાદમી હરિદ્વારના ઉપાધ્યક્ષ નંદ કિશોર પુરોહિતે જણાવતા કહ્યું છે કે અહી રહેતા લોકો સવ્પ્ન દ્રષ્ટા થઇ જાય છે. જેને લઈને ૩ વાગ્યા પછી જે પણ થઇ તેઓ જાણી શકે છે. ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે આ ગામમાં આવેલા મણીભદ્ર ભગવાન પાસે ગુરુવારે પૈસા અંગે જો કોઈ પ્રાર્થના કરવામાં આવે તોતે આવતા ગુરુવાર સુધીમાં અવસ્ય પૂરી થાય છે.
આ ગામની ધરતી પણ ઘણી પાવન છે જેને માનવ સમાજના ઘડતર માં અમુલ્ય ફાળો આપ્યો છે. જણાવી દઈએ કે ઋષિ વ્યાસના કહેવાથી ભગવાન ગણેશે અહી જ મહાભારત ની રચના કરી હતી ઉપરાંત જયારે મહાભારત નું ભીષણ યુદ્ધ પૂરું થયું તે બાદ પાંડવો દ્રૌપદી સાથે આ ગામમાં થઈને જ સ્વર્ગ ની સીડી સુધી પહોચ્યા હતા.
જો વાત આ ગામની વિશીસ્ત બાબતો અંગે કરીએ તો આ ગામ માણા સમુદ્ર સપાટીથી આશરે ૩ હજાર ફૂટ ઉપર છે અહી અનેક એતિહાસિક સ્થળ આવેલા છે જેમાં ગણેશ ગુફા અને વ્યાસ ગુફાનો પણ સમાવેશ થાય છે, કહેવાય છે કે જયારે ગણેશ ની ગામ માણા માં વેદની રચના કરતા હતા ત્યારે સરસ્વતી નદી પૂરી જોરમાં અવાજ સાથે વહેતી હતી જેના કારણે ગણેશજી ને તેમના કાર્યમાં વિઘ્ન થતો હતો.
ગણેશજી ની વિનતી કરવા છતા પણ જયારે સરસ્વતી નદીએ પોતાનો અવાજ ન ઘટાડ્યો ત્યારે ભગવાન ગણેશે તેમને અદ્રશ્ય થવનો શ્રાપ આપ્યો જે બાદ આગળ જતા સરસ્વતી નદી અલકનંદા ને મળે છે. જણાવી દઈએ કે આવોજ બનાવ ભીમ પુલ ને લઈને પણ છે. સરસ્વતી નદી પર આવેલા ભીમ પુલનું નિર્માણ સ્વયં મહાબલી ભીમે કર્યું હોવાનું માનવામાં આવે છે. લોક વાયકા અનુસાર જયારે પાંડવો સ્વર્ગ જઈ રહ્યા હતા ત્યારે તેમને રસ્તમાં વિશાળ સરસ્વતી નદી આવી વિનંતી કરવા છતા પણ જયારે સરસ્વતી નદીમાં માર્ગ ન મળ્યો ત્યારે ભીમે બે મોટા પથ્થર ને નદીમાં મૂકી પુલ બનાવ્યું હોવાની મનાય છે