મળો ગુજરાત ના અનોખા પરિવારે જેમા પરીવાર ના દરેક સભ્યો ને છે વધારા નો અંગુઠો અથવા આગળી ! આવુ થવા પાછળ નુ કારણ…
તમે અત્યાર સુધી અનેક અનોખા પરિવાર વિશે જાણ્યું હશે પરંતુ આજે અમે આપને એક એવા પરિવાર વિશે જણાવશું જે ખૂબ જ ગંભીર બીમારી થી પીડાય રહયા છે અને આ બીમારી તેમને વારસાગત છે. ચાલો અમે આપને આ પરિવાર વિશે જણાવીએ આ પરિવાર ક્યાં રહે છે અને એવી કંઈ ગંભીર બીમારી તેમને છે તેના વિશે જાણીએ.
તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારમાં મોટાભાગના સભ્યને વંશપરંપરાગત વધારાની આંગળી અથવા વધારાનો અંગુઠો છે. આ પરિવારની અંગત માહિતી જાણીએ તો વ્યવસાયે રીક્ષા ચાલક સાલમ શૈખ સાલમ રીતીકનો ફેન છે પરંતુ રીતીકને જોઈને તેને લાગે છે કે પોતે તેની સમાન છે. કેમ કે સાલમને પણ 6 આંગળીઓ છે અને તેના પરીવારમાં સાલમ એક જ નથી જેને આવી જેનેટિકલ ખૂબી હોય. તેના પરીવારમાં 50 લોકો આંગળી અથવા તો અંગુઠા સ્વરૂપે આવી જેનેટિકલ ખૂબી ધરાવે છે.
તેમના પરીવારમાં સૌથી વયોવૃદ્ધ તેના દાદી ઝેનાબેન છે તેમને અને તેમની અન્ય ત્રણ બહેનોને પણ એક વધારાની આંગળી છે. અલબત્ત દાદી ઝેનાબેનના માતા-પિતાને આવી કોઈ ખાસીયત હતી કે નહીં તે અંગે કોઈ માહિતી નથી. તેમની બહેનનો પરીવાર જે વિરમગામ અને અમદાવાદમાં રહે છે તેમાં પણ આ પ્રકારે વધુ આંગળી અથવા અંગુઠાના કેસ જોવામાં આવ્યા છે.
વડોદરના જાણીતા જોઈન્ટ-રિપ્લેસમેન્ટ ડો. ભારત મોદી કહે છે કે, ‘તેમના વંશમાં આ વસ્તુ ખૂબ સબળ જીન્સના કારણે ઉત્તરોત્તર આવે છે. નહીંતર સામાન્ય રીતે આ પ્રકારના જીન્સ એકથી બે પેઢી સુધી જોવા મળે છે પરંતુ આ પરીવારમાં પેઢી દર પેઢી તેમની હાજરી જોવા મળી રહી છે..