Sports

લ્યો બોલો, મેચ પણ હાર્યાને પૈસા પણ આપવા પડ્યા! ફાફ ડુ પ્લેસીને LSG સામેની મેચમાં થયો 12 લાખનો દંડ…એવુ તો શું કર્યું ફાફે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને લખનૌ સુપરજાયન્ટ્સ (LSG) સામેની IPL મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. લખનૌએ છેલ્લા બોલ પર મેચ એક વિકેટથી જીતી લીધી હતી, ત્યાર બાદ તેમના નંબર 11 ખેલાડી અવેશ ખાને ઉત્સાહમાં પોતાનું હેલ્મેટ હવામાં ફેંકી દીધું હતું. આ માટે તેને મેચ રેફરીએ ઠપકો આપ્યો હતો.

ઈન્ડિયન પ્રીમિયર લીગના એક પ્રકાશન અનુસાર, “રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામેની તેમની આઈપીએલ મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.” “આઇપીએલની આચાર સંહિતા હેઠળ ધીમી ઓવર રેટને લગતો આ સિઝનનો ટીમનો પ્રથમ ગુનો છે અને તેથી કેપ્ટન ફાફ ડુપ્લેસીને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.”

જ્યાં સુધી મધ્યપ્રદેશના ફાસ્ટ બોલર અવેશ ખાનનો સવાલ છે, તેના પર કોઈ આર્થિક દંડ લગાવવામાં આવ્યો નથી અને તેને માત્ર ચેતવણી આપવામાં આવી છે. રિલીઝમાં લખવામાં આવ્યું છે કે, “લખનૌ સુપરજાયન્ટ્સના અવેશ ખાનને આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે. અવેશે આઈપીએલ આચાર સંહિતાનો લેવલ 1નો ગુનો કબૂલ કર્યો છે. આચાર સંહિતાના લેવલ 1ના ગુનાના કિસ્સામાં, મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે.

એલએસજીના સુકાની કેએલ રાહુલ દ્વારા બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ પ્રથમ બેટિંગ કરતા, આરસીબીએ સુકાની ફાફ ડુ પ્લેસિસ (79*), વિરાટ કોહલી (61) અને ગ્લેન મેક્સવેલ (59)ની અડધી સદીની મદદથી 212/2નો પ્રભાવશાળી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, એલએસજીએ પ્રારંભિક વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ માર્કસ સ્ટોઇનિસ (65) અને નિકોલસ પૂરન (62)ની અડધી સદીના આધારે અવેશ ખાન અને રવિ બિશ્નોઈની છેલ્લા બોલે જોડી સાથે જીત મેળવી હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!