Sports

આ બોલ બન્યો મેચ નો ટર્નિંગ પોઇન્ટ ! આ બોલ બાદ પાકિસ્તાન ની હાર પાક્કી થઇ ગઇ..જુઓ વિડીઓ

ટી20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ઈજાગ્રસ્ત થતાં મેદાનની બહાર ગયો હતો, જે આ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. શાહીન શાહ આફ્રિદી ઘૂંટણની સમસ્યાને કારણે ઈંગ્લેન્ડ સામેની ઈનિંગની 16મી ઓવરમાં પહેલો બોલ ફેંક્યા બાદ મેદાનની બહાર નીકળી ગયો હતો.

જ્યારે શાહીન શાહ આફ્રિદી મેદાનની બહાર ગયો ત્યારે તેની પાસે 1.5 ઓવર બાકી હતી, પરંતુ ઈજાના કારણે તે ફરીથી બોલિંગ કરી શક્યો ન હતો. ઈંગ્લેન્ડની ટીમને તે સમયે 4.5 ઓવરમાં 41 રનની જરૂર હતી. જો તે સમયે શાહીન શાહ આફ્રિદી ફિટ હોત અને તેની 1.5 ઓવર પૂરી કરી હોત તો ઇંગ્લેન્ડ માટે તે ઘણું મુશ્કેલ બની ગયું હોત.

શાહીન શાહ આફ્રિદીની ઈજા બાદ ઈફ્તિખાર અહેમદ, હરિસ રઉફ અને મોહમ્મદ વસીમ જુનિયરે 3.5 ઓવર ફેંકી અને સાથે મળીને 41 રન લીધા. ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે 49 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા અને મોઈન અલીએ પણ બેન સ્ટોક્સ સાથે મળીને 19 રન બનાવીને શાનદાર રમત રમી હતી.

ઈંગ્લેન્ડ પાસે હવે ત્રણ વર્લ્ડ કપ છે : બેન સ્ટોક્સે એક ઓવર બાકી રહેતા મેચ પૂરી કરી અને ઈંગ્લેન્ડને બીજી વખત ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું. આ પહેલા વર્ષ 2010માં ઈંગ્લેન્ડે પ્રથમ ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2019માં ઈંગ્લેન્ડે ODI વર્લ્ડ કપ જીત્યો હતો. રવિવારે રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડે પાકિસ્તાનને આઠ વિકેટે 137 રન પર રોકીને 19 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!