Sports

આફ્રિકા સામે હારતા ભારત ની મુશ્કેલીઓ મા વધારો થયો ! જો આવુ થયું તો ભારત વર્લ્ડ કપ માથી થઈ જશે બહાર

દક્ષિણ આફ્રિકાના હાથે હારના કારણે હવે સેમિફાઇનલમાં પહોંચવાનો ભારતનો રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે. કારણ કે, પોઈન્ટ ટેબલમાં ભારતને બાંગ્લાદેશ સામે ટક્કર મળી રહી છે. જો ભારતે સેમિફાઇનલમાં પહોંચવું હોય તો 2જી નવેમ્બરે બાંગ્લાદેશ સામેની મેચ જીતવી જરૂરી છે. ખરેખર, સાઉથ આફ્રિકા આજે ભારતને હરાવીને ગ્રુપ-2માં ટોપ પર પહોંચી ગયું છે, તેના 5 પોઈન્ટ છે.

જ્યારે ભારત અને બાંગ્લાદેશ બંનેના 4-4 પોઈન્ટ છે. બંનેએ અત્યાર સુધી માત્ર 3-3 મેચ રમી છે. આવી સ્થિતિમાં બંનેએ હવે 2-2 મેચ રમવાની છે. જો ભારતે સેમિફાઇનલમાં પહોંચવું હશે તો બાંગ્લાદેશને 2 નવેમ્બરે હારવું પડશે. આ સિવાય ઝિમ્બાબ્વેને પણ હારનો સામનો કરવો પડશે. કારણ કે, જેને 8 પોઈન્ટ મળશે તે પહેલા સેમીફાઈનલમાં પહોંચશે.

જો ભારત બાંગ્લાદેશ સામે હારી જશે તો તેના માટે સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થઈ જશે. તે પછી, પાકિસ્તાન પર નિર્ભર રહેવું પડશે કે 6 નવેમ્બરે પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવશે. આ સિવાય ભારતે 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સાથેની મેચ પણ જીતવી પડશે અને ઝિમ્બાબ્વેને હરાવવું જરૂરી રહેશે.

 

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!