Sports

એકલો મેચ જિતાડી દે તેવો ખેલાડી IPLથી બહાર, ગુજરાતની ટીમને લાગ્યો મોટો ઝટકો, કેચના ચક્કરમાં ઘૂંટણમાં વાગ્યું હતું

IPL 2023ની સિઝનમાં હાર્દિક પંડયાની કેપ્ટનશિપવાળી ટીમ ગુજરાત ટાઈટન્સને એક મોટો ઝટકો લાગ્યો છે. ઘૂંટણની ઇજાને કારણે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. જણાવી દઈએ કે IPLની શરૂઆત શુક્રવારે એક ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી અને એ પછી સિઝનની પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. કેન વિલિયમસન આ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

આ ઘટના મેચમાં 13મી ઓવરમાં બની હતી. આ ઓવરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડે એરિયલ શોટ રમ્યો હતો, જેના પર વિલિયમસને કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્ડ્રી પર હવામાં કૂદકો મારવા છતાં વિલિયમસન કેચ પકડી શક્યો નહતો. પણ આ દરમિયાન વિલિયમસનના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

ત્યાર બાદ તેની જગ્યાએ સાઈ સુદર્શનને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. હવે આ ઈજાના કારણે વિલિયમસન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. નોંધનીય છે કે ગુજરાત ફ્રેન્ચાઈઝીએ 2023ની મિની ઓક્શનમાં વિલિયમસનને 2 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!