ટૂંડલીધામમાં સાક્ષાત બિરાજમાન ગોગા મહારાજનો અદ્દભૂત ઇતિહાસ જાણો.
ગોગા મહારાજાનું નામ આવતની સાથે જ ભવસાગર તરી જવાય છે! ખરેખર અતિ ચમત્કારી અને ભાવિ ભક્તોના દુઃખોને દૂર કરતા ગોગા મહારજ ના ચમત્કાર અનેક છે અને આજે આપણે તેમના પ્રાગટય ની કથા જાણીશું એમ તો ગુજરાતમાં અનેક જગ્યા ગોગા મહારાજનું પવિત્ર ધામ આવેલું છે જેમાં આજે આપણે ટૂંડલી ગામ સાથે જોડાયેલ ગોગા મહારાજ નો પરચો ખૂબ જ અમર છે અને મહારાજ સાક્ષત બિરાજમાન છે.
કહેવાય છે કે , વર્ષો પહેલા કાશી થી જોગીઓની જમાત આવી અને એ ટોળામાં એક બાળનાથ જોગી હતા જેઓ ખૂબ જ અલૌકિક અને દિવ્ય હતા તેમને અહીંયા તપ કર્યું અને એકવાર એવું બન્યું કે આ ગામના રેવા રબારી નિમિયત અહીંયા ઊંટ ને ચરાવવા લઇ આવતો આથી જોગી તેમને પરચો આપવાનું નક્કી કર્યું અને તેમણે કુંવારી ઊંટ નું દૂધ માગ્યું એટલે રબારી સમજી ગયો કે આ નક્કી કોઈ મહાત્મા હશે એટલે એમણે ઊંટને દોહવાનું શરૂ કર્યું ત્યાં તો દૂધ આવવા લાગ્યું.
બસ પછી તો નિયમિત રીતે જોગીને દૂધ આપવા આવતા અને એકવાર જોગી એ કહ્યું હવે તમેં ના આવતા હું જાત્રા એ જાવ છું તમારે જો મને મળવું જ હોય તો કારતકપૂર્ણિમા ની દિવસે આવજો અને બસ બન્યું એવું જ રબારી મળવા ગયા અને સાથે દૂધ લઈ ગયા પણ જોગી ક્યાંય ન મળે અને રબારી કૂવારીના કાંઠે બેઠા જ્યાં બાપ પરચો આપ્યો અન3 સદાય કાસવા અને ટૂંડલી ગામનું રોશન કર્યું.આજે ગોગા મહારાજ સાક્ષત અહીંયા બિરાજે છે.