રામાયણ સિરિયલમાં કુંભકરણ એ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું! અરવિંદ ત્રિવેદી સાથે હતો ખાસ સંબંધ પરતું ખૂબ નાની ઉંમરે નિધન થઈ ગયું…
આજે આપણે એક એવા કલાકાર વિશે વાત કરીશું જેને ખૂબ જ ઓછા સમયમાં પોતાનું જીવન જીવીને પણ લોકોના પોતાની છાપ.છોડી! આ વ્યક્તિને તમે નામથી નહિ ઓળખતા હોવ પરતું તમને જ્યારે કોઈ કહે કે, તમને રામાયણનો કુંભકર્ણ યાદ છે? તો તમને યાદ આવી જશે એ કલાકાર રામાયણમાં ભગવાન રામનું પાત્ર અરુણ ગોવિલ, માતા સીતાનું પાત્ર દીપિકા ચીખલીયા, લક્ષ્મણજીનું સુનિલ લહેરી, રાવણનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું હતું, તો રાવણના ભાઈ કુંભકર્ણના પાત્રમાં આપણે નલીન દવેએ ભજવ્યું.
નલીને ગુજરાતી સિનેમાથી કરી હતી પોતાના કરિયરની શરૂઆત, નલીન દવેનું પાત્ર ‘રામાયણ’ માં ઘણું નાનું એવું હતું, પણ તેમને આ પાત્ર દ્વારા લોકપ્રિયતા મેળવી. રામાયણમાં એવી એક ક્ષણ એ હતી જયારે કુંભકર્ણનો વધ થવાનો હતો. કુંભકર્ણ તેમના મોટા ભાઈ રાવણનો સાથ આપવા માટે તૈયાર હતા. જ્યારે તેમને આ સિરિયલમાં કામ મળ્યું ત્યાર પછી પાછા વળીને જોયું નથી. ત્યાંથી તેમનું જીવન બદલાઈ ગયું અને આગળ તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં વિલનના પાત્ર ભજવ્યા.
તેમનો પરિવાર નહોતું ઇચ્છતું કે, નલીન દવે અભિનયમાં તેમની કારકિર્દી બનાવે. તેમનું કુટુંબ તેમની વિરુદ્ધ હતું.એમને 80 અને 90નાં દશકમાં ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું અને આ સિવાય અનેક બૉલીવુડની ફિલ્મોના કામ કર્યું પરતું તેમનું જીવન ખૂબ જ ટૂંકું રહ્યું વર્ષે 1940 માં જન્મેલા નલીન દવેએ વર્ષ 1990 માં આશરે 50 વર્ષની ઉંમરમાં જ તેમનું નિધન થઇ ગયું.
‘રાવણ’ના મિત્ર હતા ‘કુંભકર્ણરામાય માં રાવણનો રોલ અરવિંદ ત્રિવેદીએ ભજવ્યો હતો. રામાયણમાં અરવિંદ અને નલીન દવે ભાઈ-ભાઈના રોલમાં હતા, પણ અસલ જીવનમાં તેમની વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. ‘રામાયણ’ માં નલીન દવેની એન્ટ્રી અરવિંદ ત્રિવેદીના માધ્યમથી જ થઇ હતી. ખરેખર તેમને પોતાના અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને આજે ભલે તે આપણી વચ્ચે ન હોય પરંતુ અભિનય થકી જીવંત રહેશે.