Sports

કોહલીને ફિલ્ડ પર ગુસ્સો કરવો પડ્યો ભારે! આ કારણને લીધે કોહલીને થયો આટલા લાખ રૂપિયાનો દંડ… જાણો એવુ તો શું કર્યું?

સોમવારે ફરી એકવાર IPLમાં જોરદાર સ્પર્ધા જોવા મળી. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ખૂબ જ નખશિખ મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આઠ રને જીતી હતી. RCBની તેમના હોમ ગ્રાઉન્ડ પર આ સતત બીજી હાર છે. આ મેચમાં RCB માટે કેપ્ટન પ્લેસિસ અને મેક્સવેલે શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ તેમ છતાં આરસીબીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં વિરાટ કોહલીને મોટો ઝટકો લાગ્યો છે.

જણાવી દઈએ કે વિરાટ કોહલી આ મેચમાં બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. અને પહેલી જ ઓવરમાં પોતાની વિકેટ આપી દીધી. આનાથી તેની ટીમ પર ભારે દબાણ આવ્યું. આ મેચમાં વિરાટ કોહલીને મેચ રેફરીએ ભારે દંડ ફટકાર્યો હતો. જ્યારે આરસીબીની ટીમ બોલિંગ કરી રહી હતી ત્યારે શિવમ દુબેની વિકેટ પર કોહલીએ આક્રમક રીતે ઉજવણી કરી હતી. ત્યારબાદ મેચ રેફરીએ તેને આઈપીએલ આચાર સંહિતાનો ભંગ ગણાવ્યો હતો. કોહલીને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે RCB સામે જીતવા માટે 227 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં RCBની ટીમને પહેલી જ ઓવરમાં કોહલી જેવી મોટી વિકેટના રૂપમાં ઝટકો લાગ્યો હતો. ટીમને આ મેચમાં વિરાટ કોહલી પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ તે સારી શરૂઆત આપી શક્યો ન હતો. કોહલીએ માત્ર 4 બોલમાં ચોગ્ગાની મદદથી 6 રન બનાવ્યા હતા. ચેન્નાઈના યુવા ફાસ્ટ બોલર આકાશ સિંહે કોહલીને ક્લીન બોલ્ડ કર્યો હતો.

આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે RCB સામે 227 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. જેનો પીછો કરતા RCBની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 218 રન બનાવી શકી હતી. ટીમ માટે ગ્લેન મેક્સવેલે 33 બોલમાં 76 રન અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 33 બોલમાં 62 રન બનાવ્યા હતા. જ્યારે CSK તરફથી તુષાર દેશપાંડેએ 3 અને મથિશા પથિરાનાએ 2 વિકેટ ઝડપી હતી. આમ CSKએ આ મેચ 8 રને જીતી લીધી.

 

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!