Sports

GT સામેની છેલ્લી મેચમા સદી ફતકરીને કિંગ કોહલીએ રચ્યો આ ઇતિહાસ! કરીશ ગેલનો રેકોર્ડ તોડી કાઢ્યો.. જાણો શું રેકોર્ડ બનાવ્યો?

IPL 2023માં પોતાનું શાનદાર ફોર્મ જારી રાખતા વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારી છે. છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 64 બોલમાં સદી ફટકાર્યા બાદ તેણે ગુજરાત ટાઇટન્સ સામેની મહત્વની મેચમાં 60 બોલમાં સદી ફટકારી હતી. IPLના ઈતિહાસમાં, જ્યાં તેણે હવે ક્રિસ ગેલને પછાડીને સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ સાથે જ તે IPL ઈતિહાસમાં બે મેચમાં સતત સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો.

વિરાટ કોહલી પહેલા IPL ઈતિહાસમાં બે એવા ખેલાડી છે જેમણે બે મેચમાં સતત બે સદી ફટકારી હોય. શિખર ધવને વર્ષ 2020માં દિલ્હી કેપિટલ્સ માટે આ કર્યું હતું. જ્યારે 2022માં જોસ બટલરે રાજસ્થાન રોયલ્સ માટે આ કારનામું કર્યું હતું. હવે વિરાટ આવો ત્રીજો ખેલાડી બની ગયો છે. IPLમાં વિરાટ કોહલીની આ સાતમી સદી હતી અને તેણે 6 સદી ફટકારનાર ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ તેની ઇનિંગમાં 61 બોલમાં અણનમ 101 રન બનાવ્યા જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

IPLમાં સૌથી વધુ સદીઓ વાળા ખેલાડીઓ
વિરાટ કોહલી – 7
ક્રિસ ગેલ – 6
જોસ બટલર – 5
કેએલ રાહુલ – 4
ડેવિડ વોર્નર – 4
શેન વોટસન – 4

વિરાટ કોહલીએ IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 14 મેચની 14 ઇનિંગ્સમાં 639 રન બનાવ્યા છે. જેમાં 6 અડધી સદી અને બે સદી સામેલ છે. તે ફાફ ડુ પ્લેસિસ (730) પછી આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. ઓરેન્જ કેપની યાદીમાં તે બીજા સ્થાને આવી ગયો છે. તેની શાનદાર બેટિંગથી RCBએ ગુજરાત ટાઇટન્સ સામેની આ મેચમાં 197 રન બનાવ્યા હતા. આ સિઝનની 10મી સદી પણ હતી. આ પહેલા આજે કેમેરોન ગ્રીને પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અણનમ 100 રન બનાવ્યા હતા.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!