ચાની લારી થી શરૂ થયેલ ખેતલા આપા ટી ત્રણ મીત્રોની મહેનત થી આ રીતે ગુજરાતની નંબર વન બ્રાન્ડ બની ગઈ!
ગુજરાતીઓ એટલે ચા પ્રેમીઓ સૂરજ ભલે ઊગી જાય પરતું ચા વિના ગુજરાતીઓની સવાર ન થાય. આમ પણ ગુજરાતીઓના રગે રગમાં માત્રને માત્ર ચા સમાયેલી છે, એવું કહીએ તો પણ ખોટું નથી કારણ કે, ગુજરાતી દિવસ દરમિયાન કેટલી વખત ચાની ચૂસકી માણતા હશે. ચા છે અમૃત સમાન. આજે ચા દિવસ પર આપણે ગુજરાતની સૌથી પ્રખ્યાત બ્રાન્ડ ખેતલા આપા ચાની કરીશું. ખાસ કરીને કાઠીયાવાડ અને સૌરાષ્ટ્રનાં અનેક શહેરોમાં ખેતલાઆપા ટી સ્ટોલ જરૂર જોવા મળે છે.
આજે આજે ખેતલા આપા ચાની સફળતાની કહાની વિશે જાણીશું. આ ચાની શરૂઆત કોને કરી અને ક્યાં વિચાર થી કરી એ તમામ બાબતો અમે આપને જણાવીશું. આ કહાની છે ત્રણ મિત્રોના સંગાથની જેના દ્વારા આજે દરેક ગુજરાતીઓ દરરોજ ખેતલા આપા ચાની ચૂસકીઓ માણે છે. આજે તો આપણે આ ચા વિશે માહિતગાર થઈશું. કહેવાય છે ને કે, જીવનમાં સફળતા અમસ્તા નથી મળતી.
રાજકોટના બે ભાઈઓએ પોતાના એક મિત્ર સાથે મળીને ચાની સામાન્ય ચાની દુકાનને બ્રાન્ડ બનાવ દીધી. ત્રણ મિત્રોએ મળીને રાજકોટમાં ખેતલા આપા ટી સ્ટોલની શરુઆત કરી અને આજે તમને ખેતલા આપા ટી સ્ટોલ રાજકોટ સિવાય અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતના અનેક શહેરોમાં જોવા મળે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાતમાં ખેતલા આપાના 60 કરતા વધારે ટી સ્ટોલ્સ છે. આ કહાની છે, વર્ષ 1990ની જ્યારે સામત અને વિક્રમ નામના બે ભાઈઓએ આ ટી સ્ટોલનું સપનુ જોયુ હતુ. પોતાના ત્રીજા સાથી નરેન્દ્ર ગઢવી સાથે મળીને તેમણે રાજકોટની એક ગલીમાં આ ટી સ્ટોલનો પાયો નાંખ્યો હતો. ટુંક જ નફો થવા લાગ્યો.
જો 50,000નું વેચાણ ચાની કિટલી પર થઈ શકે છે તો તેમનો આ બિઝનેસમાં રસ જાગ્યો. અને 1990માં ભાઈઓએ ચાનો બિઝનેસ વધારવાની શરુઆત કરી. લોકો ખેતલા આપા એ એટલે માટે જતા કારણ કે ત્ અહીં અલગ અલગ સ્વાદમાં ચા મળે છે. ખેતલા આપાનો સ્વાદ તમને બીજે ક્યાંય નહીં મળે. સામત ભાઈ જણાવે છે કે જ્યારે બન્ને ભાઈઓએ ટી સ્ટોલને બીજા શહેરોમાં પણ ખોલવાનો વિચાર કર્યો.
આખરે તેમની મુલાકાત નરેન્દ્ર ગઢવી સાથે થઈ. ગઢવીનું દિમાગ બિઝનેસમાં ખુબ ચાલે છે. ગઢવીએ જ આઈડિયા આપ્યો કે, લોકો બ્રાન્ડ પાછળ ભાગે છે, માટે આપણે પણ ટી સ્ટોલને એક બ્રાન્ડ તરીકે રજુ કરીશુ.ખેતલાઆપા ટી સ્ટોલ પર ચાની સાથે ગાંઠિયાનો સ્વાદ પણ માણવા મળે છે. સામત અને ગઢવીનો દાવો છે કે ચા બનાવવા માટે તે અમૂલ કરતા વધારે ઘટ્ટ દૂધનો ઉપયોગ કરે છે. આજે ખેતલાઆપા એક ઓળખ બની ગઈ છે કાઠિયાવાડી ચાની!