ખજુરભાઈની જેમ જ જલ્પાબેન પટેલ પણ એવુ સેવાનુ કામ કરે છે કે જાણીને તમે સલામ કરશો
ભગવાનને માણસને બનાવ્યો છે અને દરેક માનવીનાં જીવનમાં સુખ દુઃખ પણ સરખે ભાગ્યે આપ્યું છે, પરતું આ પળે તેમણે એવા માણસનું સર્જન પણ આ સૃષ્ટિ પર કર્યું છે. જે ભગવાનનાં રૂપમાં એક માનવી તરીકેની પોતાની માનવતાની ફરજ બજાવે છે. આપણે બીજા સુખે ખુશ નથી રહેતા પરતું બીજાંનું દુઃખ જોઈને તેને આપણાં હ્દયમાં પણ તેના દુઃખની પીડા અનુભવાઈ છે. આજે આપણે એક એવી સ્ત્રી વિશે વાત કરવી છે, જેણે માનવતાનું સાચું સ્વરૂપ લોકોને બતાવ્યું છે.
હાલમાં આપણે સૌ કોઈ જાણીએ છે કે રાજકોટ મા છ મહિના પહેલા ત્રણ જિંદગીઓ પોતાની જાતે એક બંધ ઓરડામાં બંધક થઈને બહારની દુનિયાથી સંતાઈ રહેતા હતા તેવાં આ જીવોને ફરી થી આ દુનિયા દેખાડવવા માટે પોતાની માનવતા દાખવી એ એક સ્ત્રી હતી જેના લીધે આ ત્રણ જિંદગીઓને હવે એક નવી આશાઓની કિરણ દેખાય હતી.
ચાલો આપણે એ રાજકોટની ગૌરવંતી અને પ્રેરણાદાયી સ્ત્રી વિશે જાણીએ જેનાં લીધે આ ત્રણ જિંદગીઓને ફરીથી જીવનની એક ભેટ આપી મળી હતી, આવું કરવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી કારણ કે, જેટલું બોલવામાં અને વાંચવામાં સહેલું લાગે છે, તે આ કામ હકીકતમાં સરળ નાં હતું.
સોશીયલ મીડિયાથી લઈને ન્યૂઝસમાચારો ટીવીમાં દરેક જગ્યાએ રાજકોટનો એક કિસ્સો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. વાત જાણે એમ હતી કે, છેલ્લા દસ વર્ષથી બે ભાઈઓ અને એક બહેન પોતાની જાતને રૂમમાં પુરીને બેઠાં હતાં! બહેન એના માતાના અવસાન પછી માનસિક અસ્વસ્થતાને કારણે છેલ્લા 10 વર્ષથી રૂમમાં જ પુરાયેલા રહેતા હતા તેમના બંને ભાઈઓ ઉચ્ચ શિક્ષિત હતાં. એમના પિતા પણ આ વાત જાણતાં જ હતા અને તેઓ પણ સમયસર તેમને ભોજન પહોંચાડતા જે થોડું જમી લેતા અને દસ વર્ષથી રૂમમાં જ રહેતા હતા. હવે જે વ્યક્તિ દસ વર્ષ થી પોતાની જાતને એક ઓરડામાં કેદ કરે તો કેવી પરિસ્થિતિ સર્જાઈ! કોઈ પણ વ્યક્તિ તેમની પાસે જવા તૈયાર ન હોય કારણ કે આવા વ્યક્તિ પાસે કોણ જાય?
વર્ષોથી એ ઘરની બહાર નીકળ્યા જ નથી એટલે એનો રૂમ અને શરીર બંને ગંધાતા હોય એ સ્વાભાવિક છે. નર્કને પણ કદાચ સારું કહેવડાવે એવી ખરાબ પરિસ્થિતિમાંથી આ ત્રણે ભાઈ બહેનોને બહાર લાવવાનું રાજકોટના રહેવાશી જલ્પાબેન પટેલ અને તેના સાથી સેવા ગ્રુપે કરી બતાવ્યું જેના આજે સૌ કોઈ ખૂબ જ વખાણ અને આભાર માની રહ્યાં છે, આ સરહાનીય કામગીરી બદલ!
જલ્પાબેન સાથી સેવા ગ્રૂપ નામનું એક ગ્રૂપ ચલાવે છે જે જુદા જુદા પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરે છે. રસ્તા પર રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગ લોકોની આ ગ્રૂપ વિશેષ સેવા કરે છે. માનસિક દિવ્યાંગ લોકોને નવડાવીને સ્વચ્છ કરે અને એને નવા કપડાં પહેરાવે. જો કોઈ બીમારી કોઈ કે કોઈ તકલીફ હોય તો યોગ્ય સારવાર પણ અપાવે અને એ રીતે સેવા કરે. આજ દિવસ સુધીમાં કેટલાય માનસિક દિવ્યાંગ લોકોની જલ્પાબેનની ટીમેં પરિવારના સભ્યની જેમ સેવા કરે છે.
જલ્પાબેન સ્ત્રી છે છતાં જરૂર પડે અડધી રાતે પણ સેવા કરવા માટે પહોંચી જાય. કોઈ પુરુષને નવડાવવાનો હોય કે એના કપડાં બદલવાના હોય તો એમાં પણ જલ્પાબેન જાતે આ કામ કરે. એક માં પોતાના સંતાનને જેમ ફોસલાવીને એની પાસેથી કામ લે એવી રીતે જલ્પાબેન પણ ફોસલાવીને કામ લે. જેને આપણે માનસિક માનસિક દિવ્યાંગ ગણીએ છીએ એ કદાચ પ્રેમની ભાષા બહુ સારી રીતે સમજતા હશે કારણકે કોઈનું કાંઈ ન સાંભળનારા પાગલ જલ્પાબેનની વાત સાંભળે અને માને પણ ખરા.
પરિવારની અને સંતાનોની જવાબદારી હોવા છતાં આ નીડર અને સેવાભાવી મહિલા નિઃસ્વાર્થભાવે સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. જલ્પાબેનને ત્રણ ભાઈ બહેનો 10 વર્ષથી રૂમમાં પુરાઈને રહેતા હોવાની જાણ થતાં તુરત જ એના ઘર સુધી પહોંચી ગયા હતા. મહામહેનતે ઘરમાં પ્રવેશીને બધાને બહાર કાઢ્યા, નવડાવ્યા, નવા કપડાં પહેરાવ્યા અને એની યોગ્ય સારવાર માટેના પ્રયત્નો પણ હાથ ધર્યા. આ ત્રણે વ્યક્તિઓને નવજીવનની ભેટ આપીને