EntertainmentGujarat

લાખો લોકો ને હંસાવનાર જેઠાલાલ ગુજરાત ના આ ગામ થી છે. દિલીપ જોશી ની આજે પણ એવી અનેક વાતો છે જે લોકો નથી જાણતા

હિન્દી ધારવાહિકના લોકપ્રિય અભિનેતા એટલે દિલીપ જોશી. દિલીપ જોશીને આપણે જેઠાલાલના પાત્ર તરીકે જ ઓળખીએ છીએ. ત્યારે આજે અમે આપને દિલીપ જોશીની કારકિર્દી વિશે જણાવશું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. આ શો એટલો લોકપ્રિય છે કે તેણે છેલ્લા 12 વર્ષમાં ટીવી પર 3000 એપિસોડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. બાળકો અને વડીલો બધા આ શોના ચાહક છે, તેથી જ તે હંમેશા TRPમાં ટોપ 5માં પોતાનું સ્થાન જાળવી રાખે છે.

આ શોમાં ખાસ કરીને જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીને ચાહકો ખૂબ પસંદ કરે છે. તેણે આ પાત્રથી બધાનું દિલ જીતી લીધું છે અને છેલ્લા 12 વર્ષથી તે જેઠાલાલની ભૂમિકામાં બધાનું મનોરંજન કરતો જોવા મળે છે.ત્યારે અમે આજે આપણે જેઠાલાલના જીવનની અંગત વાતો જણાવશુ.

દિલીપ જોશીનો જન્મ પોરબંદરનાનાં ગામના થયેલ. તેમને BCA કરતી વખતે., તેમને INT (ભારતીય રાષ્ટ્રીય થિયેટર) શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.તેમણે જયમાલા જોશી સાથે લગ્ન કર્યા છે, જેની સાથે તેમને બે બાળકો છે, નિયતિ જોશી અને ઋત્વિક જોશી. તમને જણાવી દઈએ કે દિલીપ જોશીએ પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી નાટકોથી કરી હતી. દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી. તે શાળામાં નાટકોમાં ભાગ લેતો હતો.

મુંબઈ આવ્યા પછી પણ દિલીપ જોશીએ તેમના કોલેજકાળ દરમિયાન ઘણા નાટકોમાં અભિનય કર્યો હતો.દિલીપ જોશીએ 1989 માં ફિલ્મ મૈંને પ્યાર કિયામાં રામુનું પાત્ર ભજવીને તેની અભિનય કારકિર્દીની શરૂ કરેલ અનેઘણા ગુજરાતી નાટકોમાં દેખાયા છે.જેમાંથી એક સુમિત રાઘવન અને અમિત મિસ્ત્રી સાથે બાપુ તમે કમાલ કરી છે , જે તેમના ટેલિવિઝન શો શુભ મંગલ સાવધાન માટે જાણીતા છે .

જોશીએ યે દુનિયા હૈ રંગીન અને ક્યા બાત હૈ શોમાં અભિનય કર્યો હતો જેમાં તેણે દક્ષિણ ભારતીયની ભૂમિકા ભજવી હતી . તે ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની અને હમ આપકે હૈ કૌન જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો.2008 થી, જોશી લોકપ્રિય સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ ચંપકલાલ ગડાની ભૂમિકા ભજવી રહ્યા છે,શોમાં તેમના અભિનય માટે, તેમણે 5 ટેલી પુરસ્કારો અને 2 ITA પુરસ્કારો સહિત અનેક વખાણ મેળવ્યા હતા .

હિન્દીમાં તેમની અન્ય ટેલિ-સિરિયલોમાં કભી યે કભી વો , હમ સબ એક હૈ , શુભ મંગલ સાવધાન , ક્યા બાત હૈ , દાલ મેં કાલા અને મેરી બીવી વન્ડરફુલ છે. બાળકોની કોમેડી અગડમ બગડમ તિગડમમાં અંકલ ટપ્પુ તરીકે જોવા મળ્યો હતો, તેમજ 2009ની ફિલ્મો ધૂંડતે રહે જાઓગે અને આશુતોષ ગોવારીકરની વોટ્સ યોર રાશીમાં દેખાયો હતો . ખાસ એ કે જેઠાલાલ હરિ ભગત છે અને પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી ના પરમ ઉપાસક છે અને ક્યારેય પણ રવિ સભા ચૂકતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here