40 દીકરીઓ ના પિતા છે જયેશભાઇ ચૌહાણ ! કરે છે એવુ કામ કે જાણી ને સલામ કરશો…
આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જે એક સાથે 40.દીકરીના પિતા છે..તમે વિચારશો કે આ કંઈ રીતે શકગ બની શકે તો, ચાલો અમે આપને આ પિતા વિશે અધિક માહિતી આપીએ જેથી તમે જાણી શકશો કે તેઓ કંઈ રીતે દીકરીના પિતા બન્યા.
સલાબતપુરા વિસ્તારમાં જશો તો ખાંગડ શેરીમાં જયરૂપના નામે ઓળખાતા જયેશ ચૌહાણ 40 દીકરીઓના પિતા છે. આજના સમયમાં એક કે 2 બાળકોની જવાબદારી ઉઠાવતાં મા-બાપના નાકે દમ આવી જાય છે એવા સમયમાં જયરૂપભાઈ 40 દીકરીઓની જવાબદારી કેવી રીતે ઉઠાવતાં હશે? આ રીતે તેઓ 40 દીકરીના પિતા બન્યા હતા. તે વાત ખૂબ જ સરહાનીય છે, જ્યારે આ વાત સાંભળશો ત્યારે આ ઘટના તમારા હદયને સ્પર્શી જશે.
જ્યારે તેમણે ફૂટપાથ પર ચાર બાળકોને જોયા ત્યારે તેમને અંદરથી જ થયું કે હું જે કરવા ઇચ્છુ છું.તેમને આ ગરીબ બાળકો માટે કંઇક કરવા માટે આ બાળકોની જવાબદારી ઉઠાવી લીધી તેમજ નિઃસ્વાર્થ ભાવે હુંળકોની સારસંભાળ રાખવાની વાત સૌ કોઈને જાણ થઈ અને ત્યારબાદ ગરીબ, અનાથ, સિંગલ પેરેન્ટ તેમનાં બાળકોની જવાબદારી તેમને સોંપતા ગયા અને આ રીતે બાળકોનો કાફલો વધતો ગયો અને હું 40 દીકરીઓનો પિતા બની ગયો.
પહેલા ચાર બાળકોને રાખવા માટે ભાડાનો રૂમ લીધો.ત્યાં બે કેરટેકર રાખ્યા બાળકોની સારસંભાળ માટે અને જેમ બાળકો વધ્યા એમ સુવિધા વધારી. છોકરા-છોકરી બંનેને રાખતા હતા પરંતુ પછી કાયદો એવો આવ્યો કે એક જ હોસ્ટેલમાં છોકરા-છોકરીઓને સાથે નહીં રાખી શકાય. તેના માટે 2 બિલ્ડીંગ જોઈએ અને તે 2 બિલ્ડીંગ વચ્ચે 100 મીટરનું અંતર હોવું જોઈએ એટલે નક્કી કર્યું કે દીકરીઓને રાખવી.
છોકરાઓની સંખ્યા ઓછી હોવાથી તેમને વાત્સલ્યધામમાં મોકલ્યાં અને ત્યારબાદ તેમને અનેક ઘર વસાવ્યા જેથી તેઓ આ તમામ બાળકોને રાખી શકે. આજે તેઓ ની સ્વાર્થ ભાગે આ તમામ બાળકોને રાખી રહ્યા છે, આ કાર્યમાં તેમને અનેક દાતાશ્રીઓ મળી રહે છે. આજે તમામ દીકરીઓના શિક્ષણ ની અને તેમના ભવિષ્યને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.