આ રોગો થી પીડાતા દર્દીઓએ આ ફળોનું સેવન કરવું લાભદાયક!જાણો તેના ખાવાના ફાયદાઓ..
આજે આપણે જાણીશું કે, ક્યાં ફળો નું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયક છે અને એ ફળ ક્યાં બીમારીઓ દર્દી વધારે પડતું સેવન કરી શકે છે. ઘણા લોકો એ વાત થી અજાણ હોય છે કે, આ બીમારીઓના દર્દી એ તો ખાસ આ ફલ્પમી સેવન કરવું જ જોઈએ. આપણે સૌ કોઈ જાણીએ છે કે ફળ અને શાકભાજીને કારણે શરીરને પોષણ મળે છે.
મુખ્યત્વે ડાયાબિટીસના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમને ક્યાં ફળો નું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓને તેમના શરીરમાં ગ્લુકોઝનું સ્તર યોગ્ય રીતે જળવાઈ રહે તેના માટે તેઓ મીઠી વસ્તુ ખાવાથી દૂર રહે છે. તેવામાં કેટલીક વાર ડાયાબિટીસના દર્દીઓ ફળ ખાવામાં પણ ખચકાય છે. પણ તેવામાં કેટલાક ફળ એવા પણ છે.
જેને ખાવાથી દર્દીઓનું મીઠું ખાવાની ઈચ્છા પૂરી થાય છે અને શરીર માટે પણ ફાયદાકારક રહે છે.ખાસ કરીને દર્દીઓ એ નાના અથવા મધ્યમ સાઈઝના સફરજનમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સ બહુ ઓછું હોય છે. જેનો સીધો અર્થ એ થાય છે કે તેને ખાવાથી તમારા શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધતું નથી. તેમાં રહેલા ફાઈબરથી દર્દીનું પાચનતંત્ર મજબૂત થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ એ ત્યારબાદ નારંગીનું સેવન કરવું જોઇએ તેમાં એન્ટી ડાયાબિટીક ગુણો હોય છે. જે ખાવાથી બીમારી કાબુમાં રહે છે. કાર્બોહાઇડ્રેટ ઓછા હોવાની સાથે તેમાં મિનરલ્સ અને વિટામિન્સ વધારે હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
નાસપતિ ડાયાબિટીઝના દર્દીઓ માટે શ્રેષ્ઠ ફળ સાબિત થઈ શકે છે. તેને ખાવાથી સુગર લેવલ જલ્દી વધતું નથી. તે ડાઈજેસ્ટિવ સિસ્ટમને પણ સારી બનાવે છે અને સ્ટ્રોબેરી એન્ટી ઓક્સીડેન્ટની ભરમાર છે. અને તેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા પણ વધારે નથી હોતી. ડાયાબિટીસના દર્દીઓ એ આ ફળોનું સેવન કરવાનું ભૂલાવ નું જ નહીં.