EntertainmentGujarat

શુ પુષ્પા ફીલ્મ નો વિલન ગુજરાતી છે ? જાણો શુ છે હકીકત અને વિલન નુ નામ..

દરેક ફિલ્મો હીરો અને વિલેનના લીધે જ દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. આજે અમે આપને આ વર્ષની સૌથી હિટ ફિલ્મ પુષ્પાનાં વિલેનની વાત કરીશું. હાલમાં સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે, આ ફિલ્મમાં જે વિલન છે તે ગુજરાતી છે, પરતું હકીકત કંઈક જુદી છે. અમે આપને આ બ્લોગ દ્વારા સંપૂર્ણ માહિતી જણાવીશું કે, આખરે આ ફિલ્મ જે અભિનેતા એ વિલેનનું પાત્ર ભજવ્યું છે તેની હકીકત શું છે!

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર પુષ્પાની જ ચર્ચાઓ થઈ રહી છે. 17 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે કમાણીના તો રેકોર્ડ તો તોડ્યા પરતું દર્શકોનું દિલ જીતી લીધું છ આ ફિલ્મમાં અભિનેતા અલ્લુ અર્જુનને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે તેની સાથે જોવા મળેલી અભિનેત્રી રશ્મિકા મંદન્નાને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. પરંતુ ફિલ્મની છેલ્લી 15 મિનિટમાં મુખ્ય વિલન IPS ઓફિસર ભંવર સિંહ શેખાવતની એન્ટ્રી થાય છે.

આ વિલનની એન્ટ્રી બાદ જ ફિલ્મ નવો વળાંક લે છે. હવે આગળની વાર્તા માટે પુષ્પા-2 રિલીઝ થશે જેમાં વિલન અને પુષ્પા વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે. માત્ર 15 મિનિટની અંદર, વિલન દર્શકો વચ્ચે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો. દરેક વ્યક્તિ આ વિલન વિશે જાણવા માંગે છે. તો ચાલો જાણીએ કોણ છે આ વિલન? હાલમાં તો ચર્ચાઓ એવી જ થઈ રહી છે કે, આ અભિનેતા ગુજરાતી છે.

ફિલ્મમાંIPS ઓફિસર ભંવર સિંહ શેખાવતની ભૂમિકા ભજવનાર અભિનેતા ફહાદ ફૈસિલ છે. તેણે ઘણી મલયાલમ અને તમિલ ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું છે. ફહાદે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાયતુમ દુરથ’થી કરી હતી, પરંતુ તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. તે પછી તેણે એક્ટિંગ છોડી દીધી અને પછી તે અમેરિકામાં સ્થાયી થયો અને અહીં તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

તમને જણાવી દઈએ કે, અમેરિકા ગયા પછી જ ફહદમાં એક્ટિંગનો જુસ્સો શરૂ થયો હતો. વાસ્તવમાં એવું થયું કે અમેરિકામાં ભણતી વખતે ફહાદે ફિલ્મ ‘યું હોતા તો ક્યા હોતા’ જોઈ હતી. આ ફિલ્મમાં દેખાતા સલીમ રાજબલીનું પાત્ર તેમના હૃદયને સ્પર્શી ગયું અને તેણે પણ આ પાત્ર કરવાનું નક્કી કર્યું. આ દરમિયાન તેણે એ શોધવાનું શરૂ કર્યું કે આખરે આ પાત્ર કોણે ભજવ્યું? પછી અંતે તેને ખબર પડે છે કે આ પાત્ર પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ઈરફાન ખાને ભજવ્યું છે.

આ પછી તેણે ઈરફાન ખાનની દરેક ફિલ્મ જોઈ અને પછી એક્ટિંગમાં પાછો આવ્યો. આ પછી તેણે ફરીથી ફિલ્મોમાં અભિનય કર્યો અને વર્ષ 2018 માં તેને શ્રેષ્ઠ સહાયક ભૂમિકા માટે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે, ફહાદ ફૈસીલે પોતાના કરિયરમાં અત્યાર સુધી ‘કુંબલંગી નાઈટ્સ’, ‘સુપર ડીલક્સ’, ‘અન્નયુમ રસૂલમ’, ‘મહેશિંતે પ્રતિકરમ’, ‘થોંડીમુથલમ દ્રિકાસાક્ષિયમ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે જ સમયે, તેને પુષ્પા ફિલ્મથી મોટી સફળતા મળી. હવે ચાહકો આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here