Sports

IPL ઓક્શનમાં વહેચાતા ખિલાડીઓને નથી મળતા હરાજીના પુરા પૈસા ! જો એક કરોડમાં વેચાય તો 10 લાખ રૂપિયા…આ વાતથી તમે અજાણ જ હશો.જાણો

IPL 2022 માટે તમામ ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીઓ પર ભરપૂર ખર્ચ કર્યો છે. IPL 2022 માટે દસ ટીમોએ 203 ખેલાડીઓ ખરીદ્યા. જેમાં 66 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. મેગા ઓક્શનમાં તમામ ટીમોએ કુલ 5 અબજ 49 કરોડ 70 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ઘણા યુવા ખેલાડીઓ કરોડપતિ બન્યા જ્યારે કેટલાક ખેલાડીઓને નિરાશ થવું પડ્યું.

આજે અમે તમને જણાવીશું કે જે ખેલાડીઓને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે તેમને પુરી રકમ મળતી નથી. હવે તમે વિચારતા હશો કે આવું કેમ છે, તો ચાલો અમે તમને તેનું કારણ જણાવીએ.

વાસ્તવમાં, IPL મેગા ઓક્શનમાં, હરાજી દરમિયાન બિડની રકમ અને ખેલાડીઓને મળેલી રકમ વચ્ચે તફાવત હોય છે. કોઈપણ ખેલાડીને તેટલી રકમ આપવામાં આવતી નથી જેના માટે તેને ખરીદવામાં આવે છે. જો ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો હરાજીમાં વેચાયેલા ભારતીય ખેલાડીઓના પગારમાંથી 10 ટકા TDS કાપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ઈન્કમ ટેક્સના નિયમો અનુસાર ટીમ ખેલાડીઓને પૈસા ચૂકવતા પહેલા TDS કાપી લે છે. ભારતીય ખેલાડીઓ પાસેથી કુલ બિડ રકમના 10% TDS લેવામાં આવે છે. આ પછી ખેલાડીઓએ ITR ફાઇલ કરવાનું રહેશે. TDS પછી, ખેલાડીઓએ ચોખ્ખી આવકના આધારે ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે વિદેશી ખેલાડીઓએ 20 ટકા TDS ચૂકવવો પડશે. TDS બાદ, વિદેશી ખેલાડીઓ બાકીની રકમ તેમના દેશમાં લઈ જાય છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!