Sports

ભારત ફાઇનલ હારી જતા દુઃખી ક્રિકેટ ચાહકે શરૂ ટીવી ફોડી કાઢ્યું ! ટીવી તોડીને હીબકે હીબકે રડ્યો…જુઓ વિડીયો

મિત્રો તમને સૌ કોઈને ખબર જ હશે કે ભારત ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચ હારી ગયું છે,એવામાં આ હાર ભારતીય ફેન્સના દિલો પર એટલી બધી વધારે લાગી આવી હતી કે આખા ભારતમાંથી અનેક ચોંકાવનારા કિસ્સાઓ હાલ સામે આવ્યા હતા, જેમાં હજી એક કાલે જ ઘટના જાણવા મળી હતી કે એક યુવકે ભારત હારી જતા આઘાતને આઘાતમાં જ આત્મહત્યા કરી લીધી હતી.

ખરેખર આ એક ચિંતાનો વિષય કહેવાય કારણ કે આ તો ફક્ત રમત છે, રમતમાં તો હાર તથા જીતતો થતી જ રેહવાની છે તેમાં કાંઈ નવું નથી, પરંતુ એક હારને લીધે પોતાના જીવનનો અંત આણી નાખવો તે ખુબ અયોગ્ય વાત કહેવાય, એટલું જ નહીં તમે જોયું જ હશે કે જયારે પાકિસ્તાન ભારત સામે હરે ત્યારે પાકિસ્તાનના ચાહકો ટીવી તોડી કાઢતા હોય છે પરંતુ હવે આવું ભારતમાં થતું જોવા મળ્યું છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે જેમાં ઇન્ડિયા મેચ હારી જતા યુવક પોતે હાથેથી જ ટીવીને તોડી કાઢે છે, આ વિડીયો ફેક હોય તેવું તો નથી લાગી રહ્યું પરંતુ તેમ છતાં આ વિડીયોની પુષ્ટિ અમારી વેબસાઈટ કરતી નથી, ખરેખર આ વિડીયો ખુબ ચોંકાવનારો છે, કારણ કે ટીવીની વેલ્યુ એ જ વ્યક્તિ જાણી શકે જેણે કોઈ દિવસ ઘરમાં ટીવી નથી જોયું બીજાના ઘરે જોતા હોય કે ક્યાંક પાનના ગલ્લે ઉભા રહીને જતા હોય.

 

View this post on Instagram

 

A post shared by Vicky Chaudhary (@vickychaudhary208)

એવામાં આ વિડીયો આવતા લોકો પણ ગુસ્સે જ ભરાયા હતા,આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે, જેના પર અત્યાર સુધી 5 લાખથી પણ વધારે લાઈક આવી ચૂકેલ છે, અમુક લોકો આ વિડીયો જોઈને ખુબ ગુસ્સે થઇ રહ્યા છે જયારે અમુક લોકો દુઃખી થઇ રહ્યા છે. તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!