ચહેર માં એ વૃધ્ધ ડોશી મા બની ને પરચો આપ્યો હતો વાંચો આ ખાસ લેખ
જગત જનની મા ચહેર અનેક ભાવિ ભક્તોના દુઃખોને પળભરમાં દૂર કરી દે છે. કહેવાય છે કે જગતની તમામ દેવીઓમાં એક ચહેરમાં જ એવા માતાજી છે જેના નામની પાછળ હર લાગે છે એટલે કે મહાદેવનું નામ જોડાય છે.
જ્યારે જગતમાં કંઈક અઘટિત ઘટના કે દુરાચાર અને પાપો વધ્યા છે તેમજ ભક્તોના દુઃખ દૂર કરવા મા સ્વંયમ પ્રગટ્યા છે. આમ પણ કહેવાય છે ને કે મા નાં આર્શીવાદ વિના બધું જ નકામું છે.
મા ચહેરના પરચા તો અપાર છે! પરંતુ આજે આપણે એક એવા પરચાની વાત કરવાની છે, જે જગતમાં પ્રખ્યાત છે.
વાત જાણે એમ છે કે,એકવાર ચહેરમાં એ પોતાના ભક્તની પરીક્ષા લેવા અને તેના ભાગ્યને બદલવા માટે 60 વર્ષના વૃદ્ધ મહિલાનું રૂપ લીધું હતું. એવું કહેવાય છે કે મા ચહેરમાં એ બાલિકા અને વૃદ્ધ મહિલાના રૂપમાં અનેક પરચા પુરયા છે.
આ વાત ત્યારથી છે જ્યારે સાથલ રબારી પોતાના ઊંટોનાં ટોળાને લઈને રેગીસ્તાનમાં હતો અને આ જ દરમીયામાં મા ચેહરમાં આવ્યા અને તેમને જોઇને રબારી એ પૂછ્યું કે બોલો બા આપને કોનું કામ છે અને ત્યારે મા કહ્યું કે મારે દૂધ પીવું છે તો તું પીવડાવ. રબારી કહ્યું કે હું તો હમણાં જ આ બધા ઊંટોને દોહી આવ્યો અને દુધ ઘરે પડ્યું તો તમને દૂધ કેમ પીવડાવું ? માજી ની જીદ સામે રબારી હારી ગયો અમે બા કહ્યું એટલે માન રાખવા તેમને માતાજી કહ્યું એ ઊંટ માંથી દૂધ કાઢવાનું હા પાડી.
માતાજી જે ઊંટ કહ્યું એ તો કાનકુવર હતું તો દૂધ કેમ આપે? માતાજી ચિધ્યું એટલે એમાંથી તો દૂધ આવવા લાગ્યું અને માતાજી એ દેગળી ભરીને દૂધ પીધા ત્યારે ખરેખર આ જોઈને ભગત ને થયું કે આ જરૂર દેવી શક્તિ હશે. અને માતાજી ભગતને આશીર્વાદ આપ્યા અને સદાય તેના જોડે રહેવાના બોલ આપ્યા. આવા તો માતાજી એ અનેક પરચા પુરીને ભક્તોના દુઃખ દૂર કર્યા છે.